પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક પાસે ગયેલ મહિલાને તાંત્રિકે જ દુષ્કર્મનો શિકાર બનાવી...

બે વખત આચર્યું દુષ્કર્મ...

પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક પાસે ગયેલ મહિલાને તાંત્રિકે જ દુષ્કર્મનો શિકાર બનાવી...
symbolic image

Mysamachar.in-અમરેલી

આજના આધુનિક સમયમાં પણ લોકો યોગ્ય સારવાર કરાવવાને બદલે તાંત્રિક સહિતનાઓનો સહારો લઈને બાદમાં પસ્તાતા હોય છે, આવો જ એક કિસ્સો અમરેલીના સાવરકુંડલામા સામે આવ્યો છે, જ્યાં હાથસણી રોડ પર રહેતી એક પરિણિતાને પુત્ર પ્રાપ્તિ થાય તે માટે વિધી કરવાના નામે આ જ વિસ્તારમા રહેતા શખ્સે પોતાને ગુરૂ તરીકે ઓળખાવી બળજબરીથી અડપલા કરી દુષ્કર્મ આચરતા મહિલાએ તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી છે. એક 24 વર્ષીય પરિણિતાએ આ બારામા આ જ વિસ્તારમા રહેતા કેશવદાસ નાનકદાસ પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

આ શખ્સે આ મહિલાને સંતાનમા પુત્ર પ્રાપ્તિ થાય તે માટે વિધી કરી દેવાનુ કહ્યું હતુ. આ શખ્સ ગુરૂ તરીકે ઓળખાતો હોય મહિલા તેની વાતમા ભોળવાઇ હતી. અને મહિલાને એકાંતમા બેાલાવી તેની સાથે અડપલા કર્યા હતા. એટલુ જ નહી મહિલાના પગ પર બટકુ ભરી ગયો હતો. પાછલા બે વર્ષના સમયગાળામા તેણે મહિલા પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ. અને તેની બંને દીકરીઓને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી તાંત્રિકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.