તાંત્રિકે કઈ રીતે સોનાની ખોટી ઈંટો આપીને કરી છેતરપીંડી

તાંત્રિક છે જામનગરનો

તાંત્રિકે કઈ રીતે સોનાની ખોટી ઈંટો આપીને કરી છેતરપીંડી

Mysamachar.in-પોરબંદર:

સૌરાષ્ટ્રમા ખાસ કરીને છેતરપીંડીના નીતનવા કીમિયા અજમાવીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે,તેવામાં જામનગરના ભેજાબાજ ચીટર શખ્સે પોરબંદરના એક યુવકને તાંત્રિક વીધીના નામે શીશામા ઉતારીને ૧૧ લાખની છેતરપીંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે,

છેતરપીંડીના બનાવની મળતી વિગત મુજબ જામનગરના યુવક તાંત્રિક વિધિ કરતો હોવાનું નાટક કરીને ઠગાઈ માટે નીતનવા કીમિયા અજમાવતો હતો,તેવામાં જામનગરના કહેવાતા આ તાંત્રિક બાબાના સંપર્કમાં પોરબંદરનો યુવક બરોબરનો ફસાઈ જવા પામ્યો છે, અને આ તાંત્રિક બાબાએ જમીનમાંથી સોનું કાઢી આપવાની વાત કરીને પોરબંદરના યુવકને લાલચ આપી હતી,

દરમ્યાન પોરબંદરનો યુવકે લાલચમાં આવી જઈ ને આ તાંત્રિક બાબાની માયાજાળમા ફસાઈ જતા અને સોનાની લાલચમા ૧૧ લાખ આપી દીધા હતા અને બાબાએ સોના જેવી કલર કરેલ ઈંટો આપી દેતા પોરબંદરનો યુવક રાજીના રેડ થઇ ગયો હતો,

પરંતુ પાછળથી આ સોનાની ઈંટો ખોટી હોવાનું ખબર પડતા પોતે તાંત્રિક બાબાના તરકટનો ભોગ બન્યો હોય પોલીસ મથકે દોડી જઈને જામનગરના તાંત્રિક બાબા વિરુદ્ધ ફરિયાદ અરજી દાખલ કરી છે.જેમાં અનેક સ્થળોએ આ ચીટર બાબાએ ઘણા લોકો સાથે તાંત્રિક વિધિનાં નામે છેતરપીંડી કરી હોવાનું ફરિયાદ અરજીમા જણાવાયું છે ત્યારે પોરબંદર કમલાબાગ પોલીસ દ્વારા અરજીના આધારે આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.