ટ્રકે ટ્રેલરને ટક્કર મારતાં ટેન્ક ફાટી, બંને વાહનો ભડભડ સળગ્યા, 2ના મોત

અહી બની છે આ ઘટના

ટ્રકે ટ્રેલરને ટક્કર મારતાં ટેન્ક ફાટી, બંને વાહનો ભડભડ સળગ્યા, 2ના મોત

Mysamachar.in-અરવલ્લી

અરવલ્લી જીલ્લાના શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર મોડાસાના ગઢડાની સીમમાં ટ્રેલર અને ટ્રક ટકરાતાં ગમખ્વાર અકસ્માતમાં બંને વાહનોમાં આગ લાગતાં ટ્રેલરના રાજસ્થાની ડ્રાઇવરનું મોત થયું હતું અને કંડક્ટર ભડથું થઇ ગયો હતો, મળતી માહિતી મુજબ ટ્રેલર નં. આરજે 27 સીડી 5517નો ચાલક રાજસ્થાનથી પાવડર ભરી હિંમતનગર જતો હતો. તે દરમિયાન કપાસિયા બોરી ભરી પસાર થતી ટ્રક નંબર આરજે 27 જીબી 7368ને ડ્રાઇવર સાઇડ અને ડીઝલ ટેન્ક સાઈડે ટક્કર મારતાં ટ્રેલરનો ચાલક અને કંડક્ટર બંને ફસાઈ ગયા હતા અને અકસ્માતમાં ટ્રકનું ડીઝલ ટેન્ક ફાટતાં ભયાનક આગ લાગતાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં બંને વાહનોમાં ભરેલ પાવડર અને કપાસિયાની બોરી ભડભડ સળગવા લાગી હતી. મોડાસાથી ફાયર ફાઈટરની પણ મદદ લેવાઇ હતી. જોકે આગ એટલી ભયાનક હતી કે ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો અને કંડક્ટર આગની જ્વાળાઓમાં ફસાતાં બળીને ભડથું થઇ ગયો હતો, આમ આ અકસ્માતની ઘટનામાં બે લોકોના જીવ ગયા છે.