Mysamachar.in-જામનગર
આ વર્ષે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ..ત્યાં સુધી તો ઠીક પણ રાજ્યના સૌથી વધુ ભાવો પણ જામનગરમાં ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળીના મળ્યા, એવામાં આં વખતે નોંધપાત્ર બાબતે એ પણ બની કે મોટી સંખ્યામાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી કરવા છેક જામનગર સુધી આવી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટયાર્ડમાંથી તમિલનાડુના 25 જેટલા વેપારીઓએ 1 હજાર ટ્રક મગફળીની ખરીદી કરી હોવાનું યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલ જણાવે છે, તમિલનાડુના વેપારીઓ અહીંથી મગફળી લઇ ગયા બાદ તેના બી નું વાવેતર ત્યાની આબોહવા પ્રમાણે કરે છે, ખાસ કરીને જામનગર તાલુકમાં ઉત્તપન્ન થતી 9 નંબર અને 66 નંબરની મગફળીની ડીમાંડ તમિલનાડુના વેપારીઓમાં જબરી રહે છે. તમિલનાડુના વેપારીઓ અહીંથી આ ઉચ્ચ ક્વોલીટીની મગફળી તમિલનાડુ લઇ ગયા બાદ ત્યાના ખેડૂતો પણ અહીની મગફળીના બી નું બિયારણ તરીકે વાવેતર કરી ઉપજ મેળવે છે.