Mysamachar.in-વડોદરા
બુટલેગર હોય દારુ વેચાણ કરતો હોય અને અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી દારૂ છુપાવતા આપણે સાંભળવા મળતું હોય છે, એવામાં વડોદરાના મકરપુરા જીઆઇડીસીથી અલ્વાનાકા તરફ જવાના રસ્તા પર આવેલ પવન નગરમાં રહેતો મહંમદહાસીમ શેખે ગુનાહિત કૃત્ય આચરવા પોતાની પાસે એક તમંચો રાખ્યો છે અને હાલમાં તે પોતાના ઘરે હાજર છે. માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મહંમદહાસીમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ઘરમાં રસોડામાં મુકેલ ચોખાના ડબ્બાની તલાશી લેતા તેમાંથી દેશી બનાવટનો તમંચો અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 10,300ની કિંમત ધરાવતો તમંચો અને ત્રણ કારતૂસ કબજે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે પોલીસ માટે તપાસનો વિષય એ બન્યો છે કે આ તમંચો તેણે કોની પાસેથી મેળવ્યો અને શું ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.