Mysamachar.in-અમદાવાદ
સુરતનો વેવાઈ વેવાણ ભાગી જવાનો કિસ્સો બધાને યાદ એટલા માટે હશે કારણ કે વેવાઈ વેવાણ ભાગી ગયાના એ કિસ્સાએ સોશ્યલમીડિયામાં ભારે ચકચાર મચાવી દીધી હતી અને કેટલાય દિવસો સુધી આ કિસ્સો રાજ્યભરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર રહ્યા બાદ અને લોકોને મન આ કિસ્સો માંડ ભુલાઈ રહ્યો હતો ત્યાં જ આવો વધુ એક કિસ્સો રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવતા ફરી ચર્ચાની એરણે ચઢ્યો છે.. મળતી વિગતો મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધની છે…
જ્યાં મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા વેવાઈ સાથે આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. જો કે બન્યું એવું કે દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતા તે પોતાની માતાને ઘરે પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી જરૂરી કાયદાકીય સલાહ આપી હતી.
મહિલા હેલ્પલાઇન 181ને પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માંગે છે મારે તેની સાથે નથી જવું. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. ચાર વર્ષ પહેલાં મહિલા દીકરીને ત્યાં સાસરીમાં ડિલિવરી માટે રહેવા ગઈ હતી. દરમ્યાનમાં દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી ગઈ હતી અને બને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોત થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગ્યા હતા. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરી તરફથી મારપીટ થતાં તેઓ પરત આવી ગયા હતા.
પૂર્વ સસરા સાથે માતા રહેતી હોવાનું દીકરીને પસંદ ન હોવાથી તેમને લેવા માટે આવ્યા હતા. સમાજમાં ખરાબ વાતો થતી હોવાનુ પણ દીકરીએ કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા. અંતે બે કલાકની સમજાવટ બાદ તેઓ રાજીખુશીથી પોત પોતાની રીતે અલગ રહેવા તૈયાર થયા હતા.