Mysamachar.in-પાટણ
સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર પાટણ છે. જે સુવર્ણ મોરપીંછ સમાન ભાસતું…ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્યમથક છે. ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યુંી. પાટણ તેની સ્થાેપના બાદ 14મી સદી સુધીનાં લગભગ 650 થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું આ સમૃદ્ધિ ઉપરાંત પાટણમાં અનેક સુંદર જિનાલયો જોવા મળે છે. તેમજ ત્યાંaના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્તાપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે.
શ્રી મુનશીના પ્રયત્નંથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાંપ હેમચંદ્ર સ્માોરક થયું છે. તેમાં આધુનિક વ્યભવસ્થામનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્તસપ્રતો લાવીને સંઘરવામાં આવી છે. પાટણમાં વિવિધ જગ્યાએ અલગ અલગ સમયે ખોદકામ કરવામાં આવતાં જૂના સમયમાં ચલણમાં હોય એવા તાંબાના સિક્કાઓ મળી આવ્યા હતા. વર્ષ 1999 અને 2000 માં પાટણ તાલુકામાં ખેતરમાંથી અને એક શાળાના પટાંગણમાંથી ખોદકામ દરમિયાન મળેલ આ સિક્કાઓ જિલ્લા તિજોરી કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે સચવાયેલા છે.
આ અલભ્ય વારસા સમાન ધાતુના ચલણી સિક્કાઓને વ્યવસ્થિત રીતે વાંચી શકાય એવી રીતે તેની ઘસાઈ કરવા માટે અને ત્યારબાદ આ ભાષાના જાણકાર વ્યક્તિ પાસે તેનું ભાષાંતર કરાવવા માટે પ્રાંત અધિકારીએ સૂચન કર્યું હતું. આ અમૂલ્ય વારસાથી જન સામાન્યને માહિતગાર કરવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટરએ વ્યક્તિગત રીતે રસ લઈ તેની ફરીથી ગણતરી પણ કરાવી હતી. ભવિષ્યમાં આ સિક્કાઓ વિશે લોકો જાણે, જુએ અને ઇતિહાસ ને વારસાના ગૌરવને માટે પ્રદર્શન કરી શકાય તે માટે સંગ્રહાલય ખાતે થોડાંક સિક્કાઓ કાયમી રીતે રાખવામાં આવ્યા છે. જેથી આવા અલભ્ય વારસાથી નાગરિકોને અવગત કરી શકાય.