તલાટીમંત્રીએ આ કામ માટે માગ્યા 50 હજાર અને....

એસીબીને હાથ ઝલાઈ ગયો

તલાટીમંત્રીએ આ કામ માટે માગ્યા 50 હજાર અને....
Symbolic image

Mysamachar.in:બનાસકાંઠા

કોઈ કામ કરાવવું હોય તો મોટાભાગના વિભાગોમાં લાંચિયા બાબુઓ લાંચ વિના પેન પણ ઉઠાવતા નથી, આવા જ એક લાંચિયા તલાટીમંત્રીને લાંચ લેતા ઝડપી પાડવામાં એસીબીને સફળતા મળી છે, સમગ્ર વાત જો વિગતે કરીએ તો..બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના શિરવાડાના તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિ 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.

આ કેસમાં ફરિયાદી કોન્ટ્રાક્ટરે શિરવાડા ગામમાં સરકારી વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કર્યું હતું. જે કામોના બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા તલાટી કમ મંત્રીએ 50 હજારની લાંચની માગણી કરેલ હતી. જે લાંચની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ના હોય કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી એસીબીએ ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી ભાવેશ પ્રજાપતિએ કોન્ટ્રાક્ટરે પાસેથી લાંચની રકમ 50 હજાર માંગતા કોન્ટ્રાક્ટરે રકમ આપી હતી. જે રકમ તલાટીએ સ્વીકારતા જ એસીબીએ તલાટીમંત્રીને રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.