તલાટી અને ઓપેરેટર ACBની જાળમાં ફસાઈ ગયા 

આ કામ માટે માંગી હતી લાંચ 

તલાટી અને ઓપેરેટર ACBની જાળમાં ફસાઈ ગયા 

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ જીલ્લાના ધોળકામાં તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા એસીબીને હાથ ઝડપાઈ ચુક્યા છે, આ કેસમાં ફરીયાદીના કાકાની જમીનમાં હિસ્સેદાર "અપરણીત અને નિ:સંતાન“ મરણ ગયેલ હોઇ તેઓનું નામ કમી કરવા માટે તેમનું પેઢીનામું બનાવવાનું હોઇ આ કામના ગીરીરાજસિંહ ભાવુભા વાધેલા, કસબા તલાટી, ઘોળકા, વર્ગ-3 એ રૂપિયા એક લાખની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.20,000 આપવાનું નક્કી થયેલ. પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરેલ અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવતા તલાટી ગીરીરાજસિંહ ભાવુભા વાધેલા એ  પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ તેઓનાં ઓપરેટરને આપી દેવા કહેતા ફરીયાદીએ  પાર્થ અંબાલાલ પટેલ , ઓપરેટર ( કરાર આઘારીત) ને લાંચનાં નાણાં રૂ.20,000 આપતા આરોપીએ નાણાં સ્વીકારી બન્ને આરોપીઓ ઝડપાઈ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી કરી છે.