જામનગરથી છેક તાલાલા ફાર્મ હાઉસ...મહેફિલ માણતા દાંડિયા કલાસીસના નાનક સહીત 4 ઝડપાયા

જામનગરમાં ચોમેર એક જ ચર્ચા કે દાંડિયાકિંગ પણ....

જામનગરથી છેક તાલાલા ફાર્મ હાઉસ...મહેફિલ માણતા દાંડિયા કલાસીસના નાનક સહીત 4 ઝડપાયા

My samachar.in:-ગીર સોમનાથ

આમ તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને દારુ વેચાણ કરવો કે પીવો તે ગુન્હો ગણાય છે, અને કોઈપણ જાતનો નશો કરવો ગુન્હો ગણાય છે, પણ જામનગરમાં દાંડિયા કલાસીસ ચલાવતા જાણીતા એવા નાનક ત્રિવેદી અને તેની સાથે અન્ય બે લોકો રીલેકસ થવા માટે ગીરસોમનાથના તલાલા ખાતે એક ફાર્મ હાઉસમાં પહોચ્યા હતા અને કેફીપીણાની મહેફિલ માંડી હતી તેની ગંધ તાલાલા પોલીસ મથક સુધી પહોચી જતા પોલીસે દાંડિયા કલાસીસના નાનક ત્રિવેદી સહીત 4 ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.અને નશો ઉતારી દીધો છે.

તાલાલા પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પો.સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા ફાર્મ હાઉસ ચેર્કીંગમા હતા તે દરમ્યાન દર્શકભાઇ બાબુભાઇ તળાવીયા રહે.બોરવાવ તા.તાલાલા વાળા પોતાની માલીકીનુ માધવ ગીર ફાર્મ હાઉસમા કેફી પીણાની મહેફીલ માણવાની સગવડતા પુરી પાડી હોય આરોપીઓ કેફી પીણાની મહેફીલ માણતા હોય જેથી તમામને પકડી પાડી તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો પ્રોહી.એકટ કલમ-66(1)બી, ૬૫(એએ),86,75(એ),81 મુજબ દાખલ કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે. વધુમાં  તાલાલા પોલીસની કામગીરીથી ફાર્મ હાઉસ/રીસોર્ટમાં ગે.કા. રીતે દારૂની મેહફીલ માણતા ઇસમોમા ફફડાટ વ્યાપી ગયેલ છે. અને ભવિષ્યમાં પણ તાલાલા પોલીસ તરફથી ફાર્મ હાઉસ/રીસોર્ટમાં ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ  જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

મહેફિલમાં કોણ હતું...

-દિપક રજનીકાંતભાઇ જોષી રહે, જામનગર પંચેશ્વર ટાવર પાસે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે

-હસમુખ(નાનક) દયાશંકરભાઇ ત્રિવેદી રહે, જામનગર પટેલ કોલોની શેરી નંબર-05 કલરવ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર રૂમ નંબર-01

-નિલેશ હરકાંતભાઇ ઓઝા રહે, જામનગર પંચેશ્વર ટાવર પાસે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે

ફાર્મ હાઉસના માલીક દર્શક બાબુભાઇ તળાવીયા રહે, બોરવાવ કાળવા ચોક પ્રાથમીક શાળાની બાજુમાં તા.તાલાલા જી.ગીર સોમનાથ

પોલીસે શું કબજે લીધો મુદ્દામાલ

(1) પ્લાસ્ટીકની બોટલમાં પીળા કલરનુ પ્રવાહી દારૂ ભરેલ બોટલ નંગ-01 (2) કાચના ખાલી ગ્લાસ નંગ.03 (3) મોબાઇલ નંગ-05 (4) કી.રૂ.25,130/- મુદામાલ