Mysamachar.in-જામનગર
થોડાસમય પૂર્વે રાજ્યના રાજકોટ અને અમદાવાદમાં નાગાબાવાના સ્વાંગમાં લોકો પાસેથી કીમતી ચીજવસ્તુઓ અને રોકડ પડાવી લેતી ગેંગે દેખા દીધી હતી, આવી જ ગેંગ જામનગરમાં સક્રિય થઇ હોવાનું સામે આવી રહ્યું છે.પંચેશ્વર ટાવર નજીક શાલીભદ્ર કોમ્પ્લેક્ષમાં વસવાટ કરતા તુષારભાઈ વિષ્ણુપ્રસાદ ઠાકર નામના વેપારી સાંઢીયાપુલ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તે વખતે એક વ્હાઇટ ક્લરની ફોર વ્હીલ ગાડીમાં આગળની સીટ પર ડ્રાઇવર તથા તેની બાજુમાં નાગા બાવા જેવો માણસ તથા કારની પાછળની સીટ પર બેઠેલ શખ્સએ તુષારભાઈની એક્ટીવા રોકાવી નાગાબાવા જેવા માણસે બોલાવેલ અને નાગાબાવાને માથુ નમાવી આશીર્વાદ લેવાનુ કહેલ જેથી તુષારભાઈએ આશીર્વાદ લેવા જતા આ નાગાબાવા જેવા માણસે તેના ગળામાં પહેરેલ સોનાની ચેઇન વજન આશરે 49 ગ્રામની જેની આશરે.1,47,૦૦૦ ની ગણી શકાય તે તેવોની નજર ચુકવી કાઢી લઇ ગયાના મતલબની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાઈ છે.