પત્ની પર શંકા કરવી પતિને ભારે પડી, પત્નીએ જ પતિનું પૂરું કરી દીધું..

ગુપ્તભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

પત્ની પર શંકા કરવી પતિને ભારે પડી, પત્નીએ જ પતિનું પૂરું કરી દીધું..
file image

Mysamachar.in-ગોધરા 

હજુ તો ગઈકાલની જ વાત છે કે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના વરવાળા ગામે પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાનો પર્દાફાશ થયો હતો, ત્યાં જ રાજ્યમાં પત્ની-પત્ની ઓર વો ના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યાના પ્રમાણમાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, ઘટના કાલોલ તાલુકાના નાનકડા એવા ગામ વાંટામાં બની છે. જ્યાં એક પત્નીએ ખૂની ખેલ ખેલ્યો છે. જેમાં પત્નીએ પતિને ગુપ્તભાગે ધોકાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. કાલોલ તાલુકાના વરવાડા આંટા ગામે સવિતાબેનના લગ્ન પ્રવિણભાઇ બારીયા સાથે થયા હતા. પ્રવિણભાઇ બારીયા પોતાની પત્ની સવિતાબેન પોતાના ગામના ઇસમ સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખતો હતો.

જેને લઇને અવારનવાર બોલાચાલી થતી હતી. પણ રવિવારે પોતાની પત્ની સવિતાના આડાસંબંધોનો વહેમ રાખીને પત્ની સવિતાબેન અને પતિ પ્રવિણભાઇ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આવેશમાં આવીને સવિતાબેને લાકડું લઇને પોતાના પતિ પ્રવિણ પર તૂટી પડીને માથાના ભાગે, છાતી પર,પેટના ભાગે અને ગુપ્તભાગે લાકડું મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. રોષે ભરાયેલ પત્નીએ પોતાના પતિના ગુપ્તભાગે લાકડાના ફટકા મારીને હત્યા કરી નાંખી હતી. ઘટના બાદ લાશનો કબજો સાંભળી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.