Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યું, વાઈરલ ફીવરની સાથે સાથે કોંગો ફીવરના કેસો પણ પહેલી વખત સામે આવી રહ્યા છે, એક મહિલા તબીબ અને એક યુવકને કોંગો ફીવરનો રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ કિશાનચોક વિસ્તારમાં રહેતા એક ૨૪ વર્ષીય યુવકને શંકાસ્પદ કોંગો ફીવર સામે આવતા હાલ આઇસોલેશન વોર્ડમાં તેની સઘન સારવાર ચાલી રહી છે, યુવકને કોંગો ફીવર પોજીટીવ છે કે કેમ તે આવતીકાલે રીપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.હાલ શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા જી.જી.હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર ચાલી રહી છે.