સૂવરડા રોડની DDO કરશે તપાસ,MLAએ કહ્યું હું કરીશ ફરિયાદ

જી.પંચાયત પ્રમુખ શું ખરેખર કઈ નથી જાણતા

સૂવરડા રોડની DDO કરશે તપાસ,MLAએ કહ્યું હું કરીશ ફરિયાદ

mysamachar.in-જામનગર:

જામનગર તાલુકાનાં સૂવરડાથી પતારીયાનેશ સુધી સરકારે વર્ષો પછી ડામર રોડની સુવિધા આપ્યા બાદ આ રોડમાં નબળી કામગીરીના કારણે એકજ વર્ષમાં રોડની  જર્જરીત હાલત થઈ જતાં ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે,

ત્યારે આ મામલે my samachar  દ્વારા ગઇકાલે વિડીયો સાથેનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો જે બાદ સામાન્ય નાગરિકો થી લઈ અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે, 

જામનગર જીલ્લા પંચાયતના દરેક પ્રશ્નો માટે સક્રિયતા દાખવતાં અને ત્વરિત પગલાં માટે જાણીતા ડી.ડી.ઑ.પ્રશસ્તિ પરિકની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે જણાવ્યુ કે,હાલ ગાંધીનગર ખાતે મિટિંગમાં છું રોડની તપાસ કરાવી લઇશ અને જર્જરીત રોડનો વિડીયો નિહાળ્યો હતો ડી.ડી.ઑ એ આ મામલાની ગંભીર નોંધ લઈને ગાંધીનગરથી જામનગર આવ્યા બાદ આ સમગ્ર મામલે તપાસ કરવાનું પણ જણાવ્યુ હતું. 

જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયાએ જણાવ્યુ હતું કે, my samachar માં સૂવરડાથી પતારીયાનેશના રોડની વિડીયો સ્ટોરી જોયેલ છે અને અગાઉ પણ આ રોડની નબળી કામગીરી અંગે મને ફરિયાદ મળતા મે જે-તે સમયે પણ માર્ગ મકાન વિભાગને આ બાબતે યોગ્ય થવા માટે તાકીદ કરી હતી ત્યારે આ રોડની કામગીરી અંગે ફરી સવાલો ઊભા થતાં મારી કક્ષાએથી ફરિયાદ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં ભરવા પત્ર વ્યવહાર કરીને જવાબ માંગવામાં આવશે તેવું ધારાસભ્ય ધારવીયાએ અંતે જણાવ્યુ હતું,

જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખની જવાબદારી જેના શીરે છે તેવા પ્રજાના પ્રતિનિધિ નયનાબેન માધાણી આ રોડની કામગીરી વિષે કશું કહેવા માંગતા ન હોય જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલને ખો આપીને કશું ન કહેવાનો ઇન્કાર કરી દેતા જીલ્લા પંચાયતના પ્રમુખની કામગીરી સામે પણ શંકા ઊભી થાય તે પણ સ્વાભાવિક છે,દર વર્ષ જીલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગનો કરોડોનો વહીવટ હોય અને પ્રમુખ આ અંગે કશું જાણતા ના હોય તે વાત કેમ ગળે ઉતરે,

સૂવરડા અને પતારિયાનેશ રોડ એ એકમાત્ર એવો રોડ નથી કે જે ટૂંકાગાળામાં ખૂલી ગયો છે જીલ્લાના અન્ય તાલુકાઓના કેટલાય ગ્રામીણ રસ્તાઓની આવીજ સ્થિતિ છે જે સ્થાનિકો માટે હાલાકી બની જવા પામી છે.