આશ્ચર્ય, આવી વસ્તુઓની પણ થાય ચોરી..

પાછી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ

આશ્ચર્ય, આવી વસ્તુઓની પણ થાય ચોરી..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાડીમાં ખુલ્લામાં રાખવામાં આવેલ ચીજવસ્તુઓની ચોરી થયાની ઘટના સામે આવી છે, જેમાં ફરીયાદી લખમણભાઇ નથુભાઇ ચાવડાના વાડીના ખુલ્લા એક ઢાળીયામા રાખેલ રાજદાળા ગુણી 1  900/- તથા કપાસીયા ગુણી નં 1 કીં.રુ.850/- તથા ભુસો ગુણી નંગ 2 કીં.રુ 1000/- ટ્રેક્ટરની રાપ 4 કીં રુ. 200 તથા નટ 10 કીં.રુ 100/- મળી કુલ કીં .રુ 3050 તેમજ અન્ય એક ગરવાભાઇ ના ખુલ્લા વાડામાથી ભુસો ગુણી નં 1 કીં.રુ 500/- તથા ખલડ ગુણી નં 3 કીં.રુ 3900 મળી કુલ કીં.રુ 7450 ના મુદ્દમામાલની કોઇ ચોર ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.