પબુભા માણેકના ધારાસભ્ય પદના મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો

વધુ સુનાવણી સપ્ટેમ્બરમાં

પબુભા માણેકના ધારાસભ્ય પદના મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો ઝાટકો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા વિધાનસભા બેઠકની ૨૦૧૭માં યોજાયેલ ચૂંટણી રદ કરવાનો ગુજરાત હાઇકોર્ટ ચુકાદો આપીને ભાજપના ધારાસભ્ય પબુભા માણેક ઝટકો આપ્યો હતો, તેવામાં પબુભા માણેક સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા,પરંતુ તેમને ત્યાં પણ જાકારો મળ્યો છે અને ચૂંટણી સામે સ્ટેની માંગણી ફગાવીને હાલ તો અપીલ અરજી માન્ય રાખીને સપ્ટેમ્બર માસના વધુ સુનાવણી હાથ ઘરવામાં આવશે,

દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારીપત્રમાં ક્ષતિઓ હોવાની સાથે આ મામલાને કોંગ્રેસના હરીફ ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા બાદ હાઇકોર્ટે ગંભીર નોંધ લઇને દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરીને ફરીથી યોજવા ચુકાદો આપ્યો હતો જેની સામે પબુભા માણેકે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સામે સ્ટે આપવા સહિતના મામલે અપીલ દાખલ કરી હતી,

પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના હુકમને માન્ય રાખીને વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં રાખવામા આવી છે અને ચુકાદા બાદ જ પબુભા માણેકનું રાજકીય ભવિષ્ય નક્કી થશે ત્યારે પબુભા માણેકને સુપ્રીમ કોર્ટે કોઈ રાહત ન આપતા પબુભા માણેક ધારાસભ્ય પદ ભોગવી શકશે નહીં કે ધારાસભ્ય તરીકેના લાભો લઈ શકશે નહીં તેવું મેરામણ ગોરીયાના વકીલ બાબુભાઈ માંગુકીયાએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું.