Mysamachar.in-જામનગર:
જામનગરના દરેડ જીઆઇડીસીમાં ઉદ્યોગકારોના એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, તેમાં પ્રગતિશીલ પેનલનો ઝળહળતો વિજય થયો છે, અને પેનલનું પુનરાવર્તન થયું છે.જામનગરના દરેડ જી.આઈ.ડી.સી.એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રગતિશીલ પેનલ તેમજ વિકાસલક્ષીત પેનલ વચ્ચે સામસામે જંગ ખેલાયો હતો. જેનું મતદાન પૂર્ણ થયા પછી મતગણતરીના અંતે દિનેશભાઈ ડાંગરિયા અને તેની પેનલના તમામ 21 સભ્યોનો ઝળહળતો વિજય થયો છે, અને પ્રગતિશીલ પેનલે પુનરાવર્તન કર્યું છે. આ ચૂંટણીમાં વિકાસલક્ષીત પેનલે લડત આપી હતી, પરંતુ તે પેનલનો કારમો પરાજય થયો છે.
ગત રવિવારે યોજાયેલ ચૂંટણીમા 86.25 ટકા મતદાન થયું હતું દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનની 21 બેઠકો માટે ગત 14/8/2022ના ચૂંટણી યોજાઈ હતી. પ્રગતિશીલ પેનલના દિનેશ ડાંગરિયા અને વિકાસ લક્ષિત પેનલના વિષ્ણુ પાંભર વચ્ચે સીધો જંગ હતો. જેમાં પ્રગતિશીલ પેનલ અને વિકાસલક્ષિત પેનલના 21/21 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હતી. ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો જે સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. જેમાં કુલ 86.25 ટકા મતદાન યોજાયું હતું. કુલ 1043 સભ્યોએ મતદાન કર્યું હતું.સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમામ 21 બેઠકો પર પ્રગતીશીલ પેનલ સૂર્યનો વિજય થયો છે.