માતા-પુત્રીનો આપઘાત..

શા માટે ભર્યું આવું પગલું..?

માતા-પુત્રીનો આપઘાત..

Mysamachar.in-સુરત:

સુરત જિલ્લાના બારડોલીમાં માતાએ પોતાની દીકરી સાથે આત્મહત્યા કર્યાની ઘટના આજે સામે આવી છે.માનવામાં આવી રહ્યું છે કે માતાએ પહેલા પુત્રીને દોરડા વડે ગળાફાંસો આપ્યા બાદ માતાએ પોતે પણ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.ડોલીના શાસ્ત્રી નગર રોડ ઉપર આવેલી ગંગાનગર સોસાયટીમાં પતિ-પત્ની પોતાની પુત્રી સાથે રહેતા હતાં,પતિ જ્યારે રાત્રે નોકરી પર ગયો ત્યારે માતાએ પુત્રી સાથે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી,ઘરમાં ચાલતી આર્થિક તંગીનાં કારણે માતાએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે,આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.