કોંગ્રેસમા પાર્ટીએ ઉમેદવારોને રેઢા મુક્યા તો આપનો તો સફાયો જ થઇ ગયો

જામનગર શહેરના મતદારોનો મુડ ઇવીએમએ દેખાડી ઘણી શીખામણ આપી

કોંગ્રેસમા પાર્ટીએ ઉમેદવારોને રેઢા મુક્યા તો આપનો તો સફાયો જ થઇ ગયો

Mysamachar.in-જામનગર

જામનગર મનપાની 64 બેઠકો માટે યોજાયેલી ચુંટણીમા કોંગ્રેસની બેઠક ગત વખત કરતા ઘટી છે કેમકે કોંગ્રેસમા મહેનત તો ઉમેદવારોના ભાગે જ હતી કઇ સંગઠનના સૌએ મહેનત ન હતી કરી તેમજ શહેરના ઉત્સાહી પ્રમુખની ગોઠવણ પ્રચાર બધુ જુસ્સાદાર હોવા છતા વ્યાપક કોંગ્રેસ સંગઠનપ્રચારમા ન જોડાયુ માટે પ્રમુખની અથાગ મહેનત નિષ્ફળ રહ્યુ તેમજ મોટા નેતાઓ તો સાવ નિષ્ક્રીય રહ્યા જે ઓ અગાઉ સારા પદ પર રહી ચુક્યા છે, તેવા અનેકને કોને ખબર યુવાનો આગળ આવે તેમાં રસ નથી કે શુ??? એ સવાલ વચ્ચે કોંગ્રેસમા એક માત્ર પ્રમુખની તેમજ વોર્ડ નંબર 2 ના વિદ્યાર્થી નેતા સિવાય કોઇની ખાસ મહેનત જ ન હતી તેનુ આ પરિણામ છે,

તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો પનો ટુંકો પડ્યો લોકોએ ઝાડુને જ સાફ કરી નાખ્યો કેમકે લોકોને મફત બધુ આપવાની વાત કરી તેમા મોટાભાગનુ સ્થાનિક કક્ષાએથી નક્કી નથી થાતુ તે વાત લોકો જાણી ગયા માટે ખાસ ધ્યાન આપ્યુ ઉપરાંત માંડ-માંડ ઉમેદવાર મળ્યા પ્રચારમા કઇ ઢંગધડા નહી અને સાવ અજાણ્યા એવા આપનો પનો મનપા ચુંટણીમા ટુકો પડ્યો છે, સાથે સાથે જામનગર ના મતદારોના મુડ ઇવીએમ એ દેખાડી ઘણી શીખામણ દરેક હારનાર જીતનારને આપી છે તેમ વિશ્લેષકો કહે છે.