આતંકી હુમલાના જામનગરમાં ઘેરા પડઘા

પૂતળાદહન, શ્રદ્ધાંજલી સહિતના કાર્યક્રમો

આતંકી હુમલાના જામનગરમાં ઘેરા પડઘા
તસવીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

ગઈકાલે જે રીતે જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ થી વધુ જવાનોના મોત થયા છે, અને કેટલાય જવાનો ઘાયલ થયા છે, ત્યારે આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના પગલે જામનગર જિલ્લાની  પ્રજામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે જામનગર વીએચપી અને બજરંગદલ દ્વારા શહેરના બેડીગેટ ખાતે આંતકના પુતળાનું દહન કરી અને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચારો કરીને કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને આંતકીઓ સામે કડક પગલા લેવાઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી. ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.