ઉંડ જળાશયમાં ખુલ્લેઆમ ખનીજચોરીની પ્રદેશ ભાજપ પ્રમુખને રજુઆત..!

પાટીલ આવ્યા બાદ હવે સરકારના બદલે સંગઠનમાં ફરિયાદનો ટ્રેન્ડ પરંતુ પગલા લેવાશે તે નક્કિ છે ?

ઉંડ જળાશયમાં ખુલ્લેઆમ ખનીજચોરીની પ્રદેશ ભાજપ પ્રમુખને રજુઆત..!
file image

Mysamachar.in-જામનગર

ભાજપનુ ગુજરાતમા 25 વર્ષથી શાસન છે, પરંતુ ક્યારેય સંગઠનમા કોઇ સરકારી પ્રશ્ર્નોની રજુઆતો થઇ નથી પરંતુ પાટીલ પ્રદેશ પ્રમુખ થયા અને જે રીતે ફટકાબાજી થઇ હતી તેના ઉપરથી સમગ્ર ગુજરાતમા ભાજપમા નવો કરંટ આવ્યો છે જોકે હાલ ફરી કરંટ ગાયબ પણ થઇ ગયો છે કેમકે તે પેટા ચુંટણીઓમા વ્યસ્ત હોય એવુ લાગે છે, પરંતુ ધ્રોલ જોડીયા લતીપર છેક ટંકારા સુધી બીજી તરફ પડધરી રાજકોટ સુધી ત્રીજી તરફ જામનગર સુધી જેના છેડા અડે છે તે ખનીજ ચોરીનુ વર્ષો જુનુ રેકેટ જેમા સ્થાનીક થી માંડિ ઉચ્ચસ્તર સુધીની કઇક ગજબની ગોઠવણ છે તે ફરી ઉજાગર થયુ છે,

જીલ્લાના હડિયાણા-જોડિયા પંથકમાં ઉંડ-2 જળાશયમાંથી કોઇની એકથી વધુની મીઠી નજરો હેઠળ ખુલ્લેઆમ રેતી ચોરી  થતી હોવાની જગજાહેર બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને ફરિયાદ થઇ છે જોડીયા-ધ્રોલ પંથકમાં ખનીજ ચોરીના મામલે થયેલી રજુઆતમાં જણાવાયું છે કે જામનગર જીલ્લાના ધ્રોલ-જોડીયા તાલુકાની બોર્ડર ઉપર ઉંડ-2 સિંચાઇ ડેમ આવેલ છે, તેમાં ત્રણ વર્ષથી ચોમાસામાં ડેમ ભરાઇ ત્યારબાદ હોડીઓથી રેતી કાઢવામાં આવે છે જે કવોરી લીઝના બાના હેઠળ દરરોજની રૂપિયા બેથી અઢી લાખની ગેરકાયદેસર રેતી ચોરીનું કામ સરકારી તંત્રની ગોઠવણપૂર્વકની નજર હેઠળ આ ચોરી માથા ભારે લોકો મારફત કરાવાવમાં આવી રહેલ છે,

ખાણ ખનીજ અધિકારી સમક્ષ રજુઆત કરવામાં આવે છે ત્યારે તેઓ ચેકીંગમાં આવવાના હોય તે દિવસે રેતીના ડમ્પરો બંધ રખાવી તપાસ કરવામાં આવે છે તેથી કોઇ ગાડી પકડવી ન પડે જો ખાણ ખનીજ અધિકારી  અને તેના અધિકારીઓએ રેતી ચોરી પકડવી જ હોય તો જે ડેમમાં મોટી હોડીઓથી રેતી કાઢવામા આવે છે તે હોડી સુધી કેમ જતા નથી ડેમની અંદરથી જે હોડીઓ છે તેને જ ડીટેઇન કરી એફ.આઇ.આર. નોંધાવી તપાસ કરવામાં આવે તો પુરા નેટવર્કનો પર્દાફાશ થાય પણ ખનીજ ચોરીને લાગુ પડતુ જીલ્લાનું સરકારી તંત્ર ગોઠવણપૂર્વક આ રેતી ચોરીના નેટવર્કમાં સામેલ હોવાથી જામનગર અને રાજકોટ સુધી આ રેતીના મોટા આઇવા ડમ્પરો રેતી સપ્લાય કરતા હોવા છતાં ચોરી  રોકતી નથી...

આ રેતી ચોરીનું નેટવર્ક ઉચ્ચકક્ષાએથી ગોઠવાયેલ હોઇ અને ચાલતુ હોઇ માથા ભારે પ્રકારના લોકોને આ નેટવર્કના કામથી રેતીના રૂપિયા ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવેલ હોઇ લગત ગામમાંથી કે પંચાયત કોઇ આ ચોરીનો વિરોધ કરી શકે તેમ નથી અને જો રજુઆત કરવામાં આવે તો તેની સલામતીનો જોખમ પણ રહે તેમ હોવાથી અને આમા મીઠી નજર હોવાથી મારી સલામતીનો જોખમ વધી જાય છે,

ગત જુન માસમાં વરસાદ પહેલા નદીમાંથી મોટા પાયે રેતી કાઢીને લગત ગામની બાજુમાં મોટા સટ્ટાઓ બનાવવામાં આવેલ હતા તેની જુન માસમાં આખો દિવસ જામનગર ખાણ ખનીજના અધિકારીઓ આ સ્થળે રોકાયેલા હતા અને રેતીના ગેરકાયદે બનાવેલ સટ્ટાનું માપ કરી સટ્ટા સીલ કરવાની કાર્યવાહી કરેલ હતી પણ ત્યારબાદ રેતી ચોરો સાથે ખનીજ કચેરીનું કથિત સેટીંગ થઇ જતા જુનની આખરમાં આ તમામ સટ્ટા ત્યાંથી ઉપડાવી વેચાણ કરાવી દેવામાં આવેલ હતી ત્યારે હવે પ્રશ્ર્ન એ છે ગુનાખોરી કરચોરી વગેરે અટકાવાની સંવેદનશીલ સરકારની કામગીરી રંગ લાવશે કે પ્રદેશ ભાજપ પ્રમુખ આ ગેરરિતી બંધ કરાવશે.?