સંવેદનશીલતા: કોરોનાકાળમાં વોર્ડ 3 ના સુભાષ જોશી, અલ્કાબા જાડેજા,પન્નાબેન મારફતિયા, પરાગભાઈ પટેલ રહ્યા જનસેવામાં સક્રિય

લોકોનો અહેસાસ.....કે અમારે ભાજપની પેનલમા આ ચારેય ઉમેદવાર છે તેવા જ સેવાભાવી જોઈએ બસ બીજુ કોઇ નહી

સંવેદનશીલતા: કોરોનાકાળમાં વોર્ડ 3 ના સુભાષ જોશી, અલ્કાબા જાડેજા,પન્નાબેન મારફતિયા, પરાગભાઈ પટેલ રહ્યા જનસેવામાં સક્રિય
file image

Mysamachar.in-જામનગર

માણસ તરીકે દર વખતે સંવેદના પ્રગટ કરવી અઘરી છે તેમાય આપણે ત્યા તો કોરોના એ જે કરી તે તો વાત જવા દો કોઇ-કોઇ ની મદદ જ ન કરી શકે તેવો રોગચાળો કોઇની બાજુમા જતા બીક લાગે બધા આઘા રહે અડકે નહી અને વાત મુકી દો પરંતુ તેવા કપરાકાળમા વોર્ડ નંબર 3 મા સતત લોકોની વચ્ચે સંવેદનશીલતા સાથે સક્રિય રહ્યા સુભાષભાઇ જોશી તથા અલ્કાબા જાડેજા પન્નાબેન મારફતીયા અને પરાગભાઇ પટેલ તેમ જાણવા મળ્યુ છે તેમણે લોકોની આરોગ્ય સેવા માટે રાત દિવસ એક કર્યા ખરા સમાજસેવી બન્યા અને લોકોને સાવ ભગવાન ભરોસે ન છોડ્યા..... આ બધી જ સેવાનુ વળતર જંગી વિજય સ્વરૂપે અમે આપીશુ તેમ આ વોર્ડના ભાઇઓ બહેનો વડીલો યુવાનો સૌ કહે છે,

એક સમજવા જેવી વાત છે ને કે પ્રજાના પ્રીતીનીધી કેવા હોવા જોઈએ?? તો કહેવાય કે જે સુખમાં ભલે ન આવે  પણ કપરાકાળમાં તો લોકો સાથે જ હોવા જોઈએ જામનગર મહાનગરપાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 3 ના લોકોનો અભિપ્રાય મેળવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ભાજપના હાલના આ વિસ્તારના ઉમેદવાર સુભાષભાઈ જોશી, અલ્કાબા જાડેજા, પરાગભાઈ પટેલ અને પન્નાબેન કટારીયા-મારફતિયા અને પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ અને પુર્વ કોર્પોરેટર  ઉષાબેન કંટારિયા સહીત ભાજપની વોર્ડ નંબર 3 ની તમામ કાર્યકરોની ટીમે દિવસ અને રાત જોયા વિના આવી પડેલ વૈશ્વિક મહામારી કોરોનામાં લોકોની સાથે ખડેપગે રહ્યાન હતા તેમ  લોકોનું કહેવું છે. કોરોના એક એવો રોગ હતો જેનાથી લોકો ડરીને ભાગી રહ્યા હતા પણ આ વિસ્તારમાં હાલના ઉમેદવારો સહિતની ટીમે આ સમય જ લોકસેવા કરવાનો ખરો સમય હોય તેવા ખરા અને કપરા સમયમા લોકોને તમામ મદદ કરી હતી.

-કોરોના પીકમાં જનસેવાની જ્યોત જલાવી પ્રજાના સાચા સેવક પુરવાર થયા સુભાષભાઇ તથા પરાગભાઇ તેમજ અલ્કાબા અને પન્નાબેન

આ વિસ્તારમાં 108 ગણાતા સુભાષ જોશીએ જણાવ્યું કે કોરોનાના કપરા સમયમાં ડોર ટુ ડોર લોકોને આ રોગથી કેમ જાગ્રત રહી શકાય તેની હજારો પત્રિકાઓ વિતરણ કરી અને કોરોના પ્રતિરોધક આયુર્વેદિક દવાઓ તેમજ ઉકળાનું વિતરણ સતત 20 દિવસ વોર્ડ નંબર 3 ના અલગ અલગ વિસ્તારોમાં કર્યું હતુ ઉપરાંત સફાઈ કામદારોને પણ કીટ વિતરણ અને વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદોને જરૂરી રાશન સહિતની માલસામાનની કીતોનું વિતરણ કરવામાં તે વખતના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી સાથે અલ્કાબા જાડેજા, પરાગભાઈ પટેલ પન્નાબેન કંટારિયા અને પૂર્વ કોર્પોરેર્રોની ટીમ રહી હતી અને જનસેવાની જ્યોત જલાવી હતી,

ઉપરાંત વોર્ડમાં આવતા આરોગ્યરથની સાથે રહી લોકોને કોરોના ટેસ્ટીંગ અંગે જાગૃત કરાવી હજારો લોકોને ટેસ્ટીંગ કરાવેલ હતા, તો જે ઘરના સભ્યનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવે તે ઘર, સોસાયટી, સહિતના વિસ્તારોમાં વધુ રોગચાળો ના વકરે તે માટે મનપાની આરોગ્ય ટીમ સાથે સંકલન જાળવી અને સેનેટાઇજેશનની કામગીરી કરવામાં આવી ત્યારે સુભાષ જોશી સાથે અલ્કાબા જાડેજા, એક દાયકા જેટલા સમયથી ભાજપ સાથે જોડાયેલા અને જાણીતા મારફતિયા પરીવારના રાજુભાઈ મારફતિયા અને વેપારી અગ્રણી અને હાલના ઉમેદવાર પરાગભાઈ પટેલ પણ સાથે રહ્યા હતા. અને લોકોને પોતે સાથે હોવાનું હુંફ પૂરી પાડી હતી.