દસ્તાવેજમાં સહીઓ કરવા સબ રજીસ્ટ્રાર 8000ની લાંચ લેતા ઝડપાઈ ગયો 

લાંચિયાબાબુઓમાં ફફડાટ 

દસ્તાવેજમાં સહીઓ કરવા સબ રજીસ્ટ્રાર 8000ની લાંચ લેતા ઝડપાઈ ગયો 

Mysamachar.in:ભરૂચ
એસીબીની અવિરત ચાલી રહેલ તવાઈમાં ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પણ ઝડપાઈ ચુક્યા છે, અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામ સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગ રથવીએ લાંચની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને રૂપિયા 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.આ બનાવમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી આ અંગે એન્ટી કરપશન બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂપિયા 8 હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ ગયા હતા.