ધોરણ 10 એક વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીએ જિંદગી ટૂંકાવી 

આશાસ્પદ યુવતીના મોતથી પરિવારમાં શોકનું મોજું

ધોરણ 10  એક વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીએ જિંદગી ટૂંકાવી 

Mysamachar.in-અતુલ જોશી:મોરબી

મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં આજે ધોરણ 10 નું પરીણામ જાહેર થયું છે જેમાં ક્યાંક ખુશી છે ક્યાંક ગમનો માહોલ છે અમદાવાદ ની બે વિદ્યાર્થીનીએ આ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે, પરંતુ મોરબી તાલુકાના પીપીળિયા ગામે આ પરિણામેં શોકનો માહોલ ઉભો કરી દીધો છે, મોરબી તાલુકાના પીપીળિયા ગામે રહેતા અને મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા મગનભાઈ જાદવની પુત્રી કીર્તિ મગનભાઈ જાદવ ને આજે ધોરણ 10 નું પરીણામ આવતા એક વિષયમાં નાપાસ થઈ હતી, ભણવામાં આજદિન સુધી હોશિયાર રહેલી અને એક સફળ અધિકારી બની પોતાના પરિવારનું નામ રોશન કરવાના સપનાઓ સેવતી યુવતી કીર્તિ મગનભાઈ જાદવને પોતે એક વિષયમાં નાપાસ થયાની જાણ થયાની સાથે જ પીપીળિયા ગામમાં આવેલ તેના ઘરે જઈને ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું, આશાસ્પદ યુવતીના મોત થી જાદવ પરિવારમાં અને પીપળીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

સફળતા નિષ્ફળતા એ જીવન નો ભાગ છે પરંતુ શું આત્મહત્યા કે ખોટું પગલું ભરવાથી આ પરિણામ સુધરી જાય ? વિદ્યાર્થીઓ એ આવું પગલું ન ભરી અને તેનો યોગ્ય રસ્તો કાઢી શાંતિ પૂર્વક વિચાર કરે તો પરિવારનો એક સભ્ય બચી શકે તેમ છે, પીપીળિયાના સરપંચ અલ્પેશ કોઠીયાના જણાવ્યા અનુસાર યુવતી કીર્તિ મગનભાઈના ચાર સંતાનોમાં સૌથી નાની હતી અને ભણવામાં ઉત્સાહી કીર્તિ હમેંશા ભણવામાં સારા નમ્બર મેળવતી ત્યારે અચાનક જ એક વિષયમાં નાપાસ થતાં તેણી એ આ પગલું ભરી લીધાનું પરિવાર જનોએ જણાવ્યું હતું આ બાબતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા વધુ કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે.