સૌની યોજના સામે સળવળાટ...કઈક નવાજુનીના એંધાણ

કામની ગેરરિતીઓના સાંપડતા સ્ફોટક પુરાવા

સૌની યોજના સામે સળવળાટ...કઈક નવાજુનીના એંધાણ

Mysamachar.in-જામનગર

સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ નર્મદાના નીરથી ભરી તેમજ લાખો હેક્ટર ખેતર માટે કાયમી સિંચાઇની અને લોકો માટે પીવાના પાણીની પણ કાયમી વ્યવસ્થા કરવાના સૌની યોજનાના લાંબા સમયથી ચાલતા લીંક-3ના 2400 કરોડ મળી કુલ હજારો કરોડની યોજનાના કામ શરૂ થયા ત્યારથી સિંચાઇ વિભાગના જે અધીકારીઓ આ યોજનાની દેખરેખ રાખે છે કામ કરાવે છે તેમજ બધુ જ ચલાવી પણ લે છે તે અંગે “માયસમાચાર” દ્વારા સ્ફોટક અહેવાલો તબક્કાવાર પ્રસિદ્ધ કરાતા જાણકારોએ વધુ સ્ફોટક પુરાવાઓ ગેરીરીતીના આપવાની તૈયારી દર્શાવી છે, જેના કારણે આ પુરાવાઓ તબક્કાવાર જાહેર થાય તો જબરો સળવળાટ જ નહી પરંતુ અનેક પર્દાફાશ થઇ શકે તેમ હોવાનુ જાણકારોએ જણાવ્યુ છે.

માટે હાલ પુરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી થઇ રહી છે. દેખીતુ છે કે સેંકડો કિલોમીટર સુધી પાણી પહોંચાડવાનુ છે તો જમીનમા પુરતુ ઉંડુ ખોદાણથી માંડી ને પાઇપની પહોળાઇ અને ક્વોલીટી તેમજ પાઇપની જમીનમાં પક્કડ તેમજ પાઇપના જોઇન્ટસના કામ બાદ પાઇપની બંને સાઇડ અને ઉપર જમીન સુધી પુરાણ આ દરેક કાર્યવાહી યોગ્ય થવા જોઇએ તેના બદલે આ દરેકમા ગેરરીતી જ થતી હોવાના પુરાવા સાથે આક્ષેપ થાય છે ઉપરથી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમા પણ કોણ જાણે શુ ગોઠવણ છે કોઇ કામ ચકાસાતા જ નથી તેવી બાબત આ કામ સાથે જોડાયેલા નથી તેવા લોકો પણ જાણે છે તો જોડાયેલા છે તે કેમ જાણતા નથી તે સવાલ છે.?

જાણકારોના મતે જેટલા નબળા કામ થયા છે તે તમામ એજન્સીના ખર્ચે જ ફરીથી કરાવાની જરૂર છે જે માટે એક ગૃપએ જણાવ્યુ કે આ વિષય ઉજાગર કર્યા બાદ પણ આ રીતે ફરીથી સરખા કામ નહી કરાવાય તો ઘણુ બધુ ન ધાર્યુ થશે અને ગેરરીતી આચરનારાઓ ખુલ્લા પડશે, જાણકારો પાસે કામગીરીમા થઇ રહેલી વેઠના વિડીયો તેમજ બીજા પુરાવા હોવાનુ જણાવી જરૂર પડ્યે પર્દાફાશ કરવા પુરા પાડવાનુ પણ જણાવ્યુ છે, વળી આવડી જંગી યોજના અંગે સિંચાઇ વિભાગમા તો કોઇને ચિંતા જ ન હોય તેમ કોઇ સાઇટ પર ફરકતા જ નથી અને પાઇપ ઉખડી બહાર આવી જાય ત્યા પણ જતા નથી ખેડુતોને તેમજ પ્રજાને સંતોષકારક જવાબ આપતા નથી અને મસ્ત થઇ કંઇક પોતાનુ જ રાંધે છે જેની આખી લીંક છે તેને હચમચાવી નાંખે તેવી બાબતો સાંપડવામા હોવાનુ જાણકારોએ કહ્યુ છે.