રાજ્યમાં ખીલી હડતાલની મોસમ,સરકાર પાડે તાબોટા,અને પ્રજાને હાડમારી..

રાજ્યમાં આવશ્યક સેવાઓ પર અસર..

રાજ્યમાં ખીલી હડતાલની મોસમ,સરકાર પાડે તાબોટા,અને પ્રજાને હાડમારી..

mysamachar.in-ગાંધીનગર

ગુજરાતમાં જાણે હડતાલ ની મોસમ ચાલી રહી હોય તેમ જિલ્લા પંચાયતના આરોગ્યકર્મચારીઓ  એસ.ટી.ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે,અને હવે આજે શિક્ષકોએ ગાંધીનગર ભેગા થઈને વિધાનસભા ઘેરાવ નો કાર્યક્રમ કરતા સરકાર પર ભીસ પડી છે,જેનાથી મોટાભાગે પ્રજાને હાડમારી સહન કરવાનો તાલ રાજ્યમાં કયાક ને ક્યાંક સર્જાયો છે,

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હડતાલના માહોલની શરૂઆત થતા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી શિક્ષકો અને એસ.ટી.ના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માગણીને લઇને લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે જ આદોલન શરૂ કર્યા છે,જેની સામે સરકારના મંત્રીઓ દ્વારા માત્ર નિવેદનબાજી જ કરવામાં આવી રહી છે,

આ તમામ બાબતો વચ્ચે હાલ તો પ્રજાને પીસવવાનો વારોં આવ્યો હોય તેમ ગ્રામીણ ક્ષેત્રે આરોગ્ય પર અસર થવા પામી છે અને એસ.ટી.ના કર્મચારીઓ હડતાલ પર ઉતરતા ખાનગી વાહન ચાલકો બેફામ લૂંટ ચલાવી રહ્યા હોવાથી ભારે દેકારો રાજ્યમાં બોલી ગયો છે,

એવામાં અધૂરામાં પુરુ હોય તેમ રાજ્યના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતરી જતા જામનગર સહિત રાજ્યની મોટાભાગની શાળાઓ આજે બંધ રહેશે જેનાથી શિક્ષણકાર્ય પર ભારે અસર પડશે આમ ગુજરાતમાં આરોગ્ય  કર્મચારી એસ.ટી.ના કર્મચારી શિક્ષકો હડતાલ પર ઉતર્યા બાદ આગામી ૫ માર્ચના રોજ તમામ 162 નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે,  ત્યારે રાજ્યની મોટાભાગની પ્રાથમિક સેવાઓ ઠપ્પ થવાની સંભાવના વચ્ચે પ્રજામાં દેકારો બોલી ગયો છે,

ત્યારે નેતાઓ એ ગાંઘીનગરથી ના માત્ર નિવેદનબાજી પણ નક્કર પગલા ભરીને ચાલી રહેલી હડતાલો નો અંત આણવો જોઈએ તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

જામનગર ના શિક્ષકો હડતાલમાં જોડાતા શિક્ષણકાર્ય થયું ઠપ્પ...
રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા પોતાની સળગ નોકરી અને  સિનીયોરીટી ગણવા સહિતના પ્રશ્ને લડતના મંડાણ કર્યા છે,ત્યારે આજે જામનગર જિલ્લાના 3839 શિક્ષકોમાંથી ૩૫૦૦ શિક્ષકો માસ સીએલ પર ઉતરી જતા શિક્ષણકાર્યને મોટી અસર જોવા મળી છે, અને જામનગરના ૫૦૦ શિક્ષકો ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં જોડાયા છે,ત્યારે હાલ તો ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.