આંતરરાષ્ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે: મુખ્યમંત્રી

શિવરાજપુર બિચની મુલાકાત લઇ વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી 

આંતરરાષ્ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે: મુખ્યમંત્રી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિવરાજપુર બિચની મુલાકાત લઇ ત્યાં થઇ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે રાજય સરકારે સમુદ્ર, વન, પહાડો, રણ તથા પવિત્ર દેવસ્થાનોનો સર્વાંગી વિકાસ કર્યો છે. જેના થકી પ્રવાસન ક્ષેત્રે ગુજરાત આજે હરણફાળ ભરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બ્લુ ફલેગનો દરજજો પામેલ શિવરાજપુર બિચનો અત્યાધુનિક સુવિધાઓ થકી વિકાસ કરવામાં આવશે. જે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને દ્વારકા મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રધ્ધાળુઓને પણ આ બિચનો વિશેષ લાભ મળશે.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું  હતું કે, રાજય સરકારે 1600 કિ.મી.ના વિશાળ દરીયાકાંઠામાંથી વિકાસ માટે શિવરાજપુર બિચની પસંદગી કરી છે. જેના 20 કરોડના ખર્ચે ફેઇઝ-1ના વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેમજ ટુંક સમયમાં ફેઇઝ-2 ના કામો રૂા.80 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ફેઇઝ-1 ના કામો માર્ચ મહિનામાં પુર્ણ થશે. જયારે ફેઇઝ-2ની આગામી ઓગષ્ટ માસથી અમલવારી શરૂ થશે.આ બિચ ખાતે વોક-થ્રુ, ચેન્જીગ રૂમ, પીવાના પાણીની વ્યવસ્થા, ખાણી-પીણીના સ્ટોંલ, પ્રવાસીઓની સુરક્ષા માટેના વોચ ટાવર, એન્ટ‍રન્સ પ્લાઝા સહિતની સુવિધાઓ સમગ્ર ત્રણ કિ.મી.ના બિચ પર ઉભી કરી બિચને અત્યાધૂનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. તેમજ જયાં ક્રીક છે ત્યાં બ્રિજની સુવિધા ઉભી કરાશે.ગોવા તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના બની રહેલ આ બિચ પર દારૂબંધીની કડક અમલવારી કરાશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.