Mysamachar.in-જામનગર
જામનગર શહેર રાજાશાહી વખતનુ જુનુ નગર છે અને રહેણાંક સહિત લોકો નિયમીત ઉપયોગમા લેવાતા હોય તેવા 70 થી માંડી 100 વર્ષ જુના વીસ હજારથી વધુ સ્ટ્રક્ચર છે, છતા એસ્ટેટ ટીપીઓ વર્ષોથી 100 જેટલા બીલ્ડીંગને નોટીસ આપી બેસી જાય છે આવા નબળા કે જોખમ ધરાવતા બાંધકામોની સંખ્યા વાસ્તવીક રીતે ઘણી વધુ છે તેમ ઇજનેરો જણાવે છે જોકે જામનગરમા જુના નવા સરકારી ખાનગી ઘણા એવાય અનેક બાંધકામ છે જેની સ્ટ્રક્ચર સ્ટેબીલીટી સરાહનીય છે પરંતુ દરેક કિસ્સામા આવુ નથી તે પણ વાસ્તવિકતા છે.
-ભુકંપ ઝોન ધ્યાને લેવો જરૂરી
જુના ગામોના જ નહી પરંતુ નવા વિસ્તારોમા પણ પચ્ચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષ જુના બાંધકામોમાંથી પણ અમુક ઇન્સ્પેક્શન ને પાત્ર છે કેમકે સીસ્મીક ઝોન ચાર મા આવતા આ વિસ્તારમા બંધકામ- સ્ટ્રક્ચર ની મજબુતાઇ નુ વધુ ધ્યાન રાખવુ આવશ્યક છે અમસ્તુ ય સ્ટ્રક્ચર એક્સપર્ટોના જણાવ્યા મુજબ પાંત્રીસ વર્ષ થાય એટલે ફરજીયાત સ્ટ્રક્ચર ચેક કરી રીનોવેશન રીટ્રોફીટીંગ વગેરે કરાવવા જોઇએ
-પાયાની મજબુતાઇ વગર વધુ બાંધકામ જોખમી
જુના બાંધકામ વર્ષો પહેલા જે તે વખતની જરૂરિયાત મુજબના પાયા ઉપર થયા હોય જમીન પોચી છે કે સખત પાયો કેટલો ઉંડો છે કેટલુ બાંધકામ ખમી શકે તેમ છે તે ચેક કરાવ્યા વગર મકાન ઉપર બાંધકામ કરવુ જોખમી બની શકે છે જુના ગામમા જ્યારે આવા કિસ્સા બનતા હોય તો મંજુરી આપતી વખતે તંત્રએ માત્ર જડ કાર્યવાહીને વળગી રહેવાના બદલે નૈતિક ફરજ સમજી આસામીને સમજણ આપવી જરૂરી છે.
-દરેક નવા બંધકામ મજબુત છે તે માની લેવુ નહી
દરેક નવા બાંધકામ મજબુત જ હોય છે તેવુ માનવા ને કોઇ કારણ નથી કેમકે કોમર્શીયલ હેતુથી બનેલા મકાન દુકાન ફ્લેટ ઓફીસ વગેરેમા પાયો મટીરીયલ અને બાંધકામ નિયમોના પાલન સંપુર્ણ પણે થયો ન હોય તો પાંચ દસ પંદર વીસ પચ્ચીસ વર્ષમાં પણ બાંધકામ નબળુ પડી જાય માટે સ્ટ્રક્ચર મજબુતાઇનો સીવીલ ઇજનેરોનો અભિપ્રાય સલામતીરૂપ બની શકે છે કેમકે ટેનામેન્ટ કે દુકાન ખરીદ્યા બાદ તેની ઉપર જરૂર પડ્યે બાંધકામ તકેદારી સાથે જ કરવુ જોઇએ નગરમા અમુક શોપીંગ સેન્ટરોમા કે એપાર્ટમેન્ટમા મુળ મંજુરી બાદ ઉપર વધુ બાંધકામ થતા હોવાના કિસ્સાઓ જાહેર રોડ ઉપર ધમધમતા વિસ્તારો મા જોવા મળે જ છે અથવા મંજુર પ્લાન મુજબ દર વખતે બાંધકામ થયા જ હશે તેવી ગેરંટી નથી અને તંત્રને પણ ખાસ પરવા નથી માટે લોકોએ જ પોતાના રહેણાક દુકાન ફ્લેટ ઓફીસ ની મજબુતાઇ માટે જાગૃત રહેવુ પડશે કે મજબુત પાયા વગર માળખુ ખડકાય તો ગયુ નથી ને? સાથે સાથે નજીકમા તળાવ ડેમકેનાલ ચેકડેમ કુવા વગેરેના પ્રવાહો તો તળમાંથી જોખમી રીતે પસાર થઇ રહ્યા નથી ને ઉપરાંત બેઝની જાડાઇથી વધુ ઉપર ની દિવાલો નથી ને જમીન ની હાર્ડનેસ સોફ્ટનેસ ધ્યાને લેવાય છે કેમ તેવી અનેક બાબતો જોવી પડશે જાણવી પડશે સલામતી માટે તેમ પણ નિષ્ણાંતો ઉમેરે છે.