નેશનલ હાઈવે પર ટ્રક અને સ્કોર્પિયોનો વિચિત્ર અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યો

ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો

નેશનલ હાઈવે પર ટ્રક અને સ્કોર્પિયોનો વિચિત્ર અકસ્માત, 2 લોકોએ જીવ ગુમાવ્યો

Mysamachar.in-વલસાડ

વલસાડ જીલ્લાના ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી જેમાં બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો, ગુંદલાવ નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર સુરત તરફથી પુરઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઇડર કુદીને સામેની તરફ આવી ગયો હતો. તે વખતે મુંબઇથી સુરત તરફ આવી રહેલી એક સ્કોર્પિયો ગાડી સાથે આ ટેમ્પોની ટક્કર થઇ ગઇ હતી. આ ઘટનામાં ટેમ્પો અને સ્કોર્પિયો ચાલક બંન્નેના મોત નિપજ્યાં હતા.