કોન્ટ્રાકટ પ્રથા બંધ કરો અને ભરતી કરો,  5 કાર્યપાલક ઈજનેરની જગ્યા ભરો:વિપક્ષ નેતા JMC 

મારા એ સારાને સાચવવાની પ્રેક્ટીસ, લાયકોને અન્યાય 

કોન્ટ્રાકટ પ્રથા બંધ કરો અને ભરતી કરો,  5 કાર્યપાલક ઈજનેરની જગ્યા ભરો:વિપક્ષ નેતા JMC 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામાં ભરતીઓ અને બઢતીઓમાં લાલીયાવાડી ચાલે છે, રોસ્ટર મુજબ ભરતી કે બઢતી પ્રક્રિયા થતી નથી, પરિણામે જે જેને ન્યાય થવો જોઈએ તેને જ અન્યાયનો સામનો કરવો પડે છે ત્યારે મહત્વની શાખાઓમાં 5 કાર્યપાલક ઈજનેરોની જગ્યા ખાલી છે તે સહિતની અન્ય ખાલી જગ્યાઓ ભરી અને કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા ભલામણ કરી છે.જામનગર મહાનગરપાલિકાના બધી જ શાખાઓમાં કાર્યપાલક ઇજનેરોની  પોસ્ટ ખાલી છે.ઇન્ચાર્જ તરીકે ચલાવવામાં આવે છે અને અન્ય સેટઅપમાં પણ કેટલીય જગ્યાઓ ખાલી છે.ત્યારે આવનારા દિવસોમાં વસ્તીના આધારે જામનગર મહાનગરપાલિકાનું નવું સેટઅપ બનાવી ભરતી કરવી જોઈએ,

જામનગર મહાનગરપાલિકામાં સોલીડવેસ્ટ શાખા, ભૂગર્ભ શાખા, વોટર વર્કસ શાખા, સીવીલ અને પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ શાખા એમ કુલ 5 કાર્યપાલક ઇજનરોની અને કર્મચારીની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી માંગણી વિરોધપક્ષ નેતા દ્વારા કરવામાં આવી છે, છેલ્લે 2015 માં સેટઅપ બનાવવામાં આવ્યું છે.તેમાં અલગ ઝોન બનાવીને ભરતી કરવાને બદલે અમુક શાખા રદ કરી નાખી છે.તે દુખની વાત છે.હાલે નવી ભરતી કરવાને બદલે કોન્ટ્રાકટ પ્રથા લગાડી દીધી છે.તે રદ કરાવી જોઈએ.અને નવી ભરતી કરવી જોઈએ.તો જામનગર મહાનગરપાલિકા નું તંત્ર વ્યવસ્થિત ચાલશે તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.