છે ને...અમદાવાદથી સાઈકલ ચોરી કરી રાજકોટ સુધી ચલાવીને તો લાવ્યો પણ... 

જામનગર જીલ્લાના જામજોધપુરમાં પણ ચોરીને આપી ચુક્યા છે અંજામ

છે ને...અમદાવાદથી સાઈકલ ચોરી કરી રાજકોટ સુધી ચલાવીને તો લાવ્યો પણ... 

Mysamachar.in-રાજકોટ

તસ્કરો જયારે પોલીસ સમક્ષ પોપટ બની જાય ત્યારે કેટલાય રાઝ ખુલી જતા હોય છે, આવી જ એક તસ્કર બેલડી રાજકોટ પોલીસને હાથ લાગી છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોરીઓ કરતા બે બાઇક ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બાઈક ચોરે રાજકોટ શહેરમાં, જીલ્લામાં, ગોંડલ, ઉપલેટા, જુનાગઢ, જામજોધપુરમાં ચોરીઓ કરી હતી. અર્જૂને અમદાવાદથી સાઇકલ ચોરી કરી હતી અને ત્યાંથી ચલાવીને છેક રાજકોટ પહોંચ્યો હતો. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે બે અર્જૂન જયંતિભાઇ સોલંકી તથા હીરા જોરૂભાઇ પરમારને બે ચોરીના બાઇક અને એક સાઇકલ સાથે પકડી લીધા છે. આ બંને અગાઉ 40 જેટલા ચોરીના ગુનાઓમાં પકડાઇ ચૂકયા છે. બંનેને પ્રદ્યુમન પાર્ક પાસેથી એક ચોરીના બાઇક સાથે પકડી લેવાયા હતાં. પોલીસે 36500 રૂપિયાના વાહનો કબ્જે કર્યા છે. આ વાહનો તાજેતરમાં ભકિતનગર પોલીસની હદમાંથી અને રાણાવાવ પોલીસની હદમાંથી ચોરી કર્યા હતાં.

આ ઉપરાંત અન્ય ચાર ચોરીના ગુના પણ આ બંનેએ કબૂલ્યા છે. જેમાં પંદરેક દિવસ પહેલા પોરબંદર, રાણાવાવના ભોદ ગામે દૂકાનમાં ચોરી, દસ દિવસ પહેલા કોઠારીયા રોડ વિજયનગરમાં મકાનમાં ચોરી, દોઢ મહિના પહેલા મોરબી રોડ જમુના પાર્કમાં મકાનમાં ચોરી કરી જ્યારે અર્જૂને અમદાવાદ વસ્ત્રાપુરમાં રેલવેના પાટા પાસે આવેલી સોસાયટીની દૂકાન પાસેથી દોઢેક મહિના પહેલા એક સાઇકલ ચોરી કરી હતી. આ સાઇકલ અમદાવાદથી ચલાવીને તે રાજકોટ આવ્યો હતો. આ આરોપીઓમાં અર્જુન અગાઉ રાજકોટ માલવીયાનગર, ભકિતનગર, ઉપલેટા, ગોંડલ સીટી, જુનાગઢ બી ડિવીઝન, સી ડિવીઝનના ચોરીઓના 11 ગુનામાં સંડોવાઇ ચૂકયો છે. જ્યારે હીરો જામજોધપુરમાં ચોરીના ગુનામાં પકડાયો હોવાનું પણ સામે આવ્યું છે.