માત્ર રેસિંગ બાઈકની જ કરતા ચોરી 7 બાઈકતો પોલીસને મળી પણ ગઈ...

અમદાવાદથી  થતી ચોરીઓનું કનેક્શન દાહોદ નીકળ્યું 

માત્ર રેસિંગ બાઈકની જ કરતા ચોરી 7 બાઈકતો પોલીસને મળી પણ ગઈ...

Mysamachar.in-દાહોદ:

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખાલી ઘર અને પાર્કિંગમાં પડેલા વાહનોને ઉઠાવીને લઈ જવાની ઘટનાઓમાં વધારો થતા પોલીસ એલર્ટ બની હતી, અને થઇ રહેલ આ ચોરીની ઘટનાઓમાં રેસિંગ બાઈકની ચોરી થઈ રહી હતી. તેનુ પગેરુ દાહોદ સુધી પહોંચ્યુ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી રેસિંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ પાસેથી પોલીસે 7 રેસિંગ બાઈક કબજે કરી છે,પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ એલ.સી.બીએ લીમડીના દેપાડા પાસેથી 2 યુવકોને ઝડપી પાડ્યા છે.

આ યુવકોએ અમદાવાદ શહેરના વાસણા, રામોલ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી 7 બાઈકો સાથે ઝડપી પાડ્યા છે. ચોરીની 7 બાઈક સાથે ઝાલોદ તાલુકાના પારેવાના શૈલેશ ડામોર અને પડતીયાના સુનીલ કટારાને ઝડપી પાડ્યા છે. પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછમા શૈલેશ ડામોરના ઘરે વેચાણ માટે રાખેલી અન્ય 6 બાઈકો ઝડપી પાડી છે. બંને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક 4 જેટલી R15, અને 3 જેટલી બજાજ પલ્સર ઝડપી પાડી છે. રેસિંગ બાઈકની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 ને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી 7 બાઈક સહીત કુલ 3,75,000/- ના મુદ્દામાલ ઝડપાયો છે.