આવતીકાલથી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરુ :શિક્ષણમંત્રી

વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર 

આવતીકાલથી ધોરણ 1 થી 5 ની શાળાઓ શરુ :શિક્ષણમંત્રી
file image

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યમાં કોરોના મહામારી અને લોકડાઉનથી બંધ થયેલ પ્રાથમિક શાળાઓના દ્વાર આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે ખુલી જશે.આજે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આવતીકાલથી નવા સત્રની શરૂઆત થઇ રહી છે, ત્યારે આવતીકાલ રાજ્યના ધોરણ 1 થી 5ના વર્ગો કોરોનાની એસોપી મુજબ ખાનગી અને સરકારી શાળાઓ  આવતીકાલથી શરુ થશે ધો.1 થી 5ની શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે આ જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે.અને જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.