કુંવરજી બાવળીયાના ઘર પાસે મોંઘવારીના પૂતળાનું દહન

દશેરાને અનુલક્ષીને અપાયો કાર્યક્રમ

કુંવરજી બાવળીયાના ઘર પાસે મોંઘવારીના પૂતળાનું દહન

mysamachar.in-રાજકોટ:

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં મોંઘવારીના મામલે જબરો વિરોધ ઉઠ્યો છે અને આ તકને ઝડપી લઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સરકારને ઘેરવા નીતનવા આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે,

તેવામાં આજે દશેરાના દિવસે ભગવાન શ્રી રામ દ્વ્રારા રાવણનો વધ કરવામાં આવ્યો હતો,જેની ઉજવણી સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહી છે જે ધ્યાને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં આજે દશેરા નિમિતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના રાજકોટ ખાતે આવેલા રહેણાંક પાસે નરેન્દ્ર મોદીના આબેહુબ પૂતળું બનાવીને આ પુતળાનું દહન કરી અનોખો કાર્યક્રમ આપી વિરોધ પ્રદર્શન કર્યો હતો. 

કોંગ્રેસમાંથી રાતોરાત ભાજપમાં ભળીને કેબિનેટ મંત્રી બનેલા કુવરજીભાઇ બાવળીયાના રાજકોટ સ્થિત રહેણાક પાસે આજે દશેરા નિમિતે નરેન્દ્ર મોદીના પૂતળાનું દહનનો કાર્યક્રમ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વ્રારા યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.