રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠા મામલે રાજ્યના ઊર્જા મંત્રીનું નિવેદન

શું આપ્યું છે તે નિવેદન જાણવા ક્લિક કરો 

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠા મામલે રાજ્યના ઊર્જા મંત્રીનું નિવેદન

Mysamachar.in-વાપી:

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી વીજળીની અછતનો મામલો ભારે ચર્ચામાં રહ્યો છે, અરે ત્યાં સુધી કે ખેડૂતોને પુરતી 8 કલાક વીજળી મળતી નથી, ત્યારે રાજ્યમાં ગાજી રહેલા વીજળીના આ મામલે આજે વાપીની મુલાકાત દરમિયાન ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું નિવેદન સામે આવ્યું છે, તેમને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા  ગણતરીના દિવસોની જ છે, અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે, દેશના અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતની પરિસ્થિતિ સારી હોવા સાથે તેવોએ વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં રાત્રે વીજ પૂરવઠો આપવા માટે આયોજન થઈ રહ્યું હોવાની વાત પણ તેમણે કરી.