૧૩ કલાક કાર્યવાહી,૧૩ કાર્ટુનપત્તા,૨૮પત્તાપ્રેમી સાથે સ્ટેટમોનટરીંગ સેલએ જુગારની ક્લબ ઝડપી 

સ્થાનિક પોલીસમા મચી ભાગદોડ

૧૩ કલાક કાર્યવાહી,૧૩ કાર્ટુનપત્તા,૨૮પત્તાપ્રેમી સાથે સ્ટેટમોનટરીંગ સેલએ જુગારની ક્લબ ઝડપી 

mysamachar.in-જામનગર

જામનગર શહેરના પટેલવાડી વિસ્તારમાં મોટાપાયે ચાલી રહેલા જુગારના અખાડા પર સ્ટેટ મોનટરીંગ સેલ ટીમે દરોડો પાડી ૨૮ પત્તાપ્રેમીઓને ૪.૨૯ લાખની રોકડ સહીત ૬,૩૧,૪૫૦ લાખના મુદામાલ સાથે  ઝડપી પાડતા સ્થાનિક પોલીસ મા દોડધામ મચી જવા પામી છે,

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા ને  મળેલી સીધી  બાતમીના આધારે રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં સ્ટેટ મોનટરીંગ સેલની ટીમના દસેક સભ્યોની ટીમે પટેલવાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો,નથુ બેલા નામના સંચાલક દ્રારા ચલાવાતા જુગારના અખાડા પર સ્ટેટ મોનટરીંગ સેલ ટીમે સ્થાનિક પોલીસને અંધારામા રાખી દરોડો પાડતા સ્થાનિક પોલીસના પરસેવા છુટી ગયા છે,ભરચક્ક રહેણાંક  વિસ્તારમાં પોલીસ અને મીડિયાની ચહલ પહલના કારણે લોકોના ટોળા એકઠા થયા હતા સ્ટેટ મોનટરીંગ સેલ ટીમ દરોડાની ૧૩કલાકની મેરેથોન કાર્યવાહી કરવામા આવી હતી,ઘટનાસ્થળ પરથી અધધધ કહી શકાય એટલા ૧૩કાર્ટુન  પત્તાના મળી આવ્યા હતા,

આ ઉપરાંત ૪.૨૯ લાખની રોકડ, મોટી માત્રામાં ટોકન,વાહન, 28 મોબાઈલ કબ્જે કરવામા આવ્યા હતા,શહેરના ભરચક્ક એવા રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં 28 જેટલા લોકો દ્રારા મોટાપાયે લાખો રૂપિયાનો જુગાર રમાતો હોય અને સ્થાનિક પોલીસને અંધારામા રાખી સ્ટેટ મોનટરીંગ સેલ ટીમ દરોડો પાડે ત્યારે સ્વભાવિક રીતે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે જોવાનું એ રહે છે કે, જામનગરના નવનિયુક્ત એસપી અને ડીજી આ દરોડાની કામગીરી બાદ કેવા પગલાંઓ ભરે છે.

આ છે ખેલંદાઓ નું લીસ્ટ

(૧)અનીલ કરશન જેઠવા (૨)ઇબ્રાહીમ અહમદભાઇ સંધી (૩)હુશેનભાઇ અબ્દુલભાઇ મોદી (૪)જેઠાલાલ દેવણદાસ નગપાલ (૫)હૈદરભાઇ શાહેબઅલી મોદી (૬)સુરેશ વલ્લભ (૭)નથુભાઈ રામશીભાઈ બેલા (૮)ગગુભાઇ માણસુરભાઇ છૈયા (૯)અબ્બાસ ટાહેડઅલી વરપાર (૧૦)ધર્મેન્દ્રભાઇ રમેશભાઇ પરમાર (૧૧)જીવરાજ મોહન ગલણી (૧૨)રમેશબાબુલાલ ભુચલા (૧૩)મહેશ ઓધવજી ભટ્ટ (૧૪)વીજયસિંહ જટુભા જાડેજા (૧૫)સજુભા પ્રવીણસિંહજાડેજા (૧૬)મનસુખભાઇ મોહનભાઇ સોલંકી (૧૭)રામદેવભાઇ પીઠાભાઇ કોઠા (૧૮)વલ્લભભાઇ સવજીભાઇ પટેલ (૧૯)હરેશ જયસુખલાલ ત્રીવેદી (૨૦)હીતેષ મનસુખલાલ શાહ (૨૧)ખોજેમા અસગરઅલી ચુનીયા (૨૨) નવીનભાઇ વેણીલાલ ધ્રુવ (૨૩)પ્રભુલાલ મોહનભાઇ  નંદા (૨૪)અનોપસિંહ જેસીંગસિંહ જાડેજા (૨૫)નાથાભાઇ પબાભાઇ ચાવડા (૨૬)ગોહેલ રાજેન્દ્ર લાલજીભાઇ (૨૭)હસમુખભાઇ કાનજીભાઇ ખેતાણી (૨૮)હિતેષ હરેશભાઈ જોષી