રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત 

તેમના ધ્રોલ સ્થિત નિવાસસ્થાને હોમઆઈ સોલેટ થયા 

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ કોરોના સંક્રમિત 
File image

Mysamachar.in:જામનગર 

દિવસે ને દિવસે જામનગર સહીત રાજ્યભરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, તેમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને નેતાઓ તો સામાન્ય લોકો પર કોરોના સંક્રમિત થઇ રહ્યા છે, એવામાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે, તેવોએ તેમના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપી છે, અને સંપર્કમાં આવેલ લોકોને રીપોર્ટ કરાવવા અપીલ કરી છે, મહત્વનું છે કે આ પૂર્વે જામનગર સાંસદ પૂનમબેન માડમ, કલેકટર ડો.સૌરભ પારધી, કમિશ્નર વિજયકુમાર ખરાડી, સહિતના કોરોના સંક્રમિત થયા છે.જાણવા મળતી વિગતો મુજબ હાલ કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમના ધ્રોલ સ્થિત નિવાસસ્થાને હોમઆઈસોલેટ થયા છે અને તેમની તબિયત પણ સારી છે.