આ દિવસથી ખાનગી અને સરકારી ઓફીસો પહેલાની જેમ full fledged થશે શરુ

સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત ખુલ્લી રહેશે

આ દિવસથી ખાનગી અને સરકારી ઓફીસો પહેલાની જેમ full fledged થશે શરુ
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. અને છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે. જેના પરિણામે કોરોનાની મહામારી લીધે રાજ્યમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીમે ધીમે રાહત આપવામાં આપવામાં આવી રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.