Mysamachar.in-જામનગર:
આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી બેઠકમાં સૌથી વધુ જે મુદે દેકારો બોલ્યો તે હતો, ટ્રીમિંગની કામગીરીનો…આઉટ સોર્સ એજન્સીના એક કર્મચારીનું મહિનાઓ પૂર્વે આ કામગીરી કરતા નિધન થયા બાદ સભ્યો સહિતનાઓની રજુઆતો બાદ પણ ઝાડની ડાળીઓ કાપવા સહિતની ટ્રીમિંગની કામગીરી મહિનાઓથી ના થતી હોય આજે મળેલ સ્ટે.કમિટીની બેઠકમાં ડેપ્યુટી કમિશ્નર વસ્તાણી પર આ મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને શા માટે આટલા સમયથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને ચાલુ કરવું કે કેમ તે નિર્ણય લેવા માટે અંદાજે 4 કમિટી સુધી કાઈ જ ન થતા સભ્યોએ તડાપીટ બોલાવતા નાયબ કમિશનરે આ બાબતે જોઈ લેશું કહી વધુનો ગાળિયો ગાર્ડન શાખા પર નાખી દીધો હોવાનું સુત્રો જણાવે છે.આમ ચોમાસું માથે છે ત્યારે આવી જરૂરી કામગીરી સમયસર થાય તેમ કેટલાક સભ્યો પણ માને છે.