Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા છેલ્લા અઢી વર્ષમા એટલે કે 30 મહિનામાં 804 કરોડના વિકાસકાર્યો મંજુર કરાયા જે નોંધપાત્ર બાબત ગણાય છે, તે માટે વહીવટી પાંખનુ બેજોડ સંકલન તેમજ સંગઠનનુ માર્ગદર્શન મળતા નગરમા સંતુલિત વિકાસની સિદ્ધી પ્રાપ્ત થયાનુ અવલોકન નીકળ્યુ છે, છેલ્લા અઢીવર્ષમા નાગરીકોની પ્રાથમિક સુવિધાઓ જાહેર સુવિધાઓ અને નગરમા કાયમી પ્રકારની સુવિધાઓમાં વધારો થયો હોઇ નગરજનોની સુખાકારીમા પ્રગતિ થઇ હોવાનુ પણ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા તારણ નીકળ્યુ છે, જે માટે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોશી દ્વારા જામનગરના નગરજનો માટે પ્રાયોરીટી શેની છે તેના અવિરત અભ્યાસ અને સર્વેક્ષણ સાથે જુદા-જુદા કામો મંજુર કરવાની જહેમત પણ નોંધપાત્ર રહ્યાનુ જાણવા મળ્યુ છે,
તેમાય ખાસ કરીને જામનગરની હદ વધી હોય સર્વાંગી વિકાસની દિશામા કાર્ય કરવુ ખુબ આયોજન માંગી લે તેવુ છે તે કામોમા ચેરમેન દ્વારા નિપુણતા દર્શાવાઇ છે તે બાબત અભિનંદનીય બની રહ્યાનુ સમીક્ષકો જણાવે છે નગરજનોની મુળભૂત જરૂરિયાત સહિત નગરની આગવી ઓળખના અનેક કામો ચેરમેન સુભાષ જોશીએ દરેક મીટીંગમા આગવી શૈલીથી મંજુર કર્યા છે ત્યારે વિકાસ કામોમા યશ કલગી સમાન એવુ ફ્લાય ઓવર બ્રીજનુ કામ મંજુર કરી તેઓ ખુબજ પ્રસંશાના અધીકારી બન્યા છે,
તો પ્રોજેક્ટ પ્લાનીંગ બ્રાંચના ઇજનેરી કૌશલ ધરાવતા વડા ભાવેશ જાનીને સઘન માર્ગદર્શન તેમજ ઉત્સાહ પુરો પાડી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજુરીની કક્ષાએ લાવી નગરને ભેંટ આપવાની કટીબદ્ધતા આ મંજુરી ઉપરથી ફલીત થાય છે જે યાદગાર વિકાસકાર્ય બની રહેશે અને નગરની કાયમી જાહેર સુવિધા બની રહેશે આ મેગા પ્રોજેક્ટ માટે ચેરમેન સુભાષ જોશીએ આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ખાસ આભાર વ્યક્ત કર્યો છે તેમ જણાવ્યુ છે.મનપાના પદાધિકારીઓ અને સ્ટે.કમિટીની ચેરમેનની વરણી થયા બાદ અઢીવર્ષના સમયગાળામાં થયેલ મનપાના દરેક શાખાના વિકાસકાર્યોની ઝલક પર નજર કરીએ તો….
– સીવીલ શાખા :
સીવીલ શાખા હસ્તકના વિવિધ ઝોનમાં ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો તથા રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી સી.સી. રોડ, સી.સી. બ્લોકના કામો તદઉપરાંત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી સડક યોજના અન્વયેના કામો અંતર્ગત સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કામો, ગટર રીપેરીંગના કામો, પાઇપ ગટર, ટ્રાફીક વર્કસના કામોનો સમાવેશ થાય છે. મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ તથા મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદસભ્ય પુનમબેન માડમની ગ્રાંટમાંથી વિવિધ ઝોનમાં મેટલ-મોરમ-ગ્રીટ પાથરવા, સી.સી. બ્લોક ફીટ કરવા, ટોયલેટ બ્લોક બનાવવા, કોમ્યુનીટી હોલ બનાવવા વિ. કામો, રેનબસેરા બનાવવા, ટ્રી ગાર્ડ ખરીદી, ડસ્ટબીન ખરીદી, સભ્યની ગ્રાંટ અન્વયે સુચવવામાં આવતા કામો, વોર્ડ નં. 5 માં સ્વસ્તીક સોસાયટી વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વીથ વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગેનું કામ,
લાલપુર રોડ પાસે કિર્તા પાનથી અંદર તરફ જતા ડી.પી. રોડ પર સુભમ રેસીડેન્સીથી શરૂ કરી હર્ષદમીલ ચાલી થઈ ટીટોડીવાડી સુધી ડી.પી. મેટલ રોડ તથા પાણીના નિકાલ માટે આર.સી.સી. કેનાલ બનાવવાનું કામ, વોર્ડ નં. 15 કનસુમરા ગામના રે.સ. નં. 63 થી 15 સુધીનો રોડ જે મહાનગરપાલિકા અને જાડા બંનેમાં સમાવેશ થાય છે તે અંગે જાડા તરફથી જરૂરી રકમ ફાળવતા સી.સી. રોડ બનાવવાનું કામ, તથા આયોજન મંડળ હસ્તકના કામો તેમજ વાર્ષિક મેઇન્ટેનન્સના કામો જેવા કે, અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ, જુદી જુદી કંપનીઓ દ્વારા ગેસ, ઇલે. કેબલ, વોટર પાઇપ લાઇન અન્વયે ખોદવામાં આવેલ રોડને રીપેરીંગ અંગે, નંદઘર બનાવવા, મ્યુનિ. સભ્યઓની ગ્રાંટ અન્વયેના કામો, પાઇપ / ઓપન ગટરના કામો, કેનાલ – રીપેરીંગ તથા કેનાલ ઉપર પુલ તથા સ્લેબ બનાવવાના કામો, ટ્રાફીક વર્કસ, ગાર્ડન મેઇન્ટેનન્સ, મ્યુનિ. બિલ્ડીંગ રીપેરીંગ, આસ્ફાલ્ટ રોડ પેચવર્કના કામોનો સમાવેશ થાય છે. મંજુર કરવામાં આવેલ છે. આ અંગે પાંચેય ઝોનમાં કુલ રૂ. 125,95,73,278/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– વોટર વર્કસ શાખા :
વોટર વર્કસ શાખા હસ્તકના કામો અન્વયે શહેરના જુદા જુદા ઇ.એસ.આર. વિસ્તાર હસ્તકના ડી.આઈ. પાઇપ લાઇન નાંખવાના કામો, આજી-૩ ડેમથી ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ સુધી 800 એમ.એમ. તથા 750 એમ.એમ. ડી.આઇ. પાઇપ લાઇન, શહેરની હદ વધતા નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા તેમજ શહેરના આગામી વર્ષોના વિકાસને ધ્યાનમાં રાખીને હૈયાત પંપ હાઉસને ડીમોલેશન કરી નવું પંપ હાઉસ, સમ્પ અને આનુસંગીક મશીનરીઓ તથા ડીજી સેટ વસાવવા અંગે, શહેરમાં જુદી જુદી જગ્યાએ બોર કરી ડંકી ફીટ કરવાના કામ અંગે, જુદા જુદા પમ્પીંગ સ્ટેશનો ઉપર એમ.એસ. પાઇપ ફીટીંગના કામો, ઇ.એસ.આર અને ઉડ-1 સસોઇ ડેમ તથા આજી-3 ખાતે માનવ શકિત પુરી પાડવા અંગે, જુદા જુદા ઇ.એસ.આર. વિસ્તારોમાં ડી.આઈ. પાઇપો સપ્લાય કરવાનું કામ, જુદા જુદા ઈ.એસ.આર. અને સ્પોર્ટસ કોમ્પલેક્ષની મશીનરી રીપેરીગ અને મેઈન્ટેનન્સ તથા કેમીકલ ખરીદી અંગેના કામો તથા ડેમ સાઇટે પમ્પીંગ મશીનરી ખરીદીના કામ, વાલ્વ ખરીદીના કામો,
આજી-3 ડે ખાતે ઇન્ટક વેલનું કામ મહાનગરપાલિકાની હદ વધતા નવા વિસ્તારોમાં વોટર ટેન્કરથી પાણી વિતરણ તથા ખીજડીયા ફીલ્ટર પ્લાન્ટ, ઉડ-1 ડેમ તથા અલગ-અલગ ઇ.એસ.આર. ગુલાબનગર, રણજીતનગર, ગોકુલનગર, રવિ પાર્ક, જ્ઞાનગંગા વિ. જગ્યાએ નવી અદ્યતન મશીનરીઓ સપ્લાય કરી ફીટ કરવાનું અને ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો, ઇ.એસ.આર. ખાતે પાવર ફેલ્યુંર સમયે પાણી વિતરણ વ્યવસ્થા યથાવત રહે તે માટે ડીજી સેટ સપ્લાય અને ઇન્સ્ટોલેશનના કામોનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે અલગ-અલગ ઝોન, ફિલ્ટર પ્લાન્ટો અને હેડવર્કસનો મળી કુલ રૂ. 147,70,82,437/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– ભુગર્ભ ગટર શાખા :
ભુગર્ભ ગટર શાખા હસ્તકના કામોમાં સુએઝ પમ્પીંગ સ્ટેશનો ચલાવવા, તેની પમ્પીંગ મશીનરી ઓપરેશન, મેઇન્ટેનન્સ તથા રીપેરીંગ કામ, જુદા જુદા ઝોનમાં ભુગર્ભ ગટર સંબંધી ફરીયાદોનો નિકાલ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર કલેકશન નેટવર્કના કામ અંગે, પાવર બકેટ મશીનથી સફાઈ કામગીરી, બેડી વિસ્તારમાં ભુગર્ભ ગટર અન્વયે ફેઝ-૧ નું કામ, ભુગર્ભ ગટર માટે મશીનરી અન્વયે પમ્પો ખરીદી, ભુગર્ભ નેટવર્ક મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ, ભુગર્ભ ગટર મીશીંગ લીન્ડના કામો, ભુગર્ભ ગટર યોજના માટે બાકી રહેતા વિસ્તારમાં સર્વે, ડીઝાઈન, ડી.પી.આર., ડી.ટી.પી. તેમજ સુપરવીઝન માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણુંક, લોકભાગીદારી હેઠળના કામો, 14 માં નાણાંપંચની ગ્રાંટ અંતર્ગત ગઢની રાંગ અંદરના વિસ્તારોમાં બાકી રહેતા ભુગર્ભ ગટરના કામો અંગેનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે અલગ-અલગ ઝોન, વિસ્તારો અને વોર્ડ મળી કુલ રૂ. 75,55,89,997/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા :
પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખા હસ્તકના કામોમાં જામનગર શહેરના અતિ મહત્વનો એવો સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધી ફ્લાય ઓવર બ્રીજનું કામ, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે શહેરના મુખ્ય તેમજ આંતરીક માર્ગો ઉપર પેચવર્ક અને આસ્ફાલ્ટ રી-કાપેટીંગ, કન્સોલીડેશન એન્ડ રી-પ્રોડકટશન ઓફ ભુજીયા કોઠાનું કામ તેમજ મરીન પોલીસ ચોકીથી એસ.ટી.પી. થઈ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ સુધી તથા ગાંધીનગર વિસ્તારમાં ભુગર્ભ જળસંચય માટે તળાવ બનાવવાના પ્રાથમિક સ્ટેજના કામ અંગે મેટલીંગ કરવાનું કામ, બેડી બંદર રોડ આસ્ફાલ્ટ રી-કાપેટીંગનું કામ, કામદાર કોલોની મુખ્ય રસ્તો આસ્ફાલ્ટ રી-કાર્પટીંગનું કામ, જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઇ 1404 આવાસ સુધીનો રસ્તો આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ, એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીનો રસ્તો આસ્ફાલ્ટ રી-કાપેટીંગનું કામ, શહેરના મુખ્ય / આંતરિક રસ્તાઓ ઉપર આસ્ફાલ્ટ પેચવર્ડ / રી-ડાપેટીંગનું કામ, રેસ્ટોરેશન-કન્ઝર્વેશન,
જી.ડી. શાહ સુલ રોડ, હનુમાન ગેઇટ પોલીસ ચોકીથી સ્વસ્તીક સોસાયટી રોડ, વાલ્કેશ્વરી મેઈન રોડ, પટેલ કોલોની રોડ નં. 1 અને 3, દિ. પ્લોટ 59, નાગનાથ ગેઇટથી હોરાના હજીરા થઇ સિધ્ધનાથ મહાદેવ મંદિર સુધીનો રોડ, સમર્પણ સર્કલથી વુલનમીલ નંદ નિકેતન સ્કુલ થઇ બેડી રોડ જંકશન સુધીના રસ્તાને ફોરલેન મુજબ વાઇડનીંગ કરવાનું કામ, ગુલાબનગર મુખ્ય રસ્તાથી અન્નપૂર્ણા ચોકડી થઇ કાલાવડ રોડ તરફ જતા હયાત રસ્તાને વાઇડનીગ ઉપર આસ્ફાલ્ટ કારપેટ, હાપા લાલવાડી આવાસ યોજના – એપ્રોચ રોડને આસ્ફાલ્ટ કારપેટ તથા નિલકમલ સોસાયટી સર્કલથી દરગાહ સુધીનો અને સંજીવની મેડીકલવાળી શેરી આસ્ફાલ્ટ કાપેટીગનું કામ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે વ્યાયામ શાળા બનાવવાનું કામ તથા અન્નપૂર્ણા ચોકડી પાસેના રીવર બ્રીજથી લાલવાડી સ્કુલ તથા હાપા માર્કેટીંગ યાર્ડ થઇ રાજકોટ રોડ સુધીના હૈયાત રસ્તો ફોરલેન બનાવવાનું કામ, શહેરના મુખ્ય અને આંતરિક રસ્તાઓ થર્મોપ્લાસ્ટ પેઇન્ટીંગ, દિગ્જામ સર્કલથી એરફોર્સ રોડ તરફ એલ.સી., 199 ઉપર રેલ્વે ઓવર બ્રીજ બનાવવાનું કામ, સ્પોટર્સ કોમ્પલેક્ષ હૈયાત રૂફ શીટને રીપ્લેસ કરી નવી રૂફ શીટ નાંખવાનું કામ,
શહેરમાં જુદા જુદા રોડ ઉપર સાઇન બોર્ડ તથા સ્પીડ બ્રેકરની આસપાસ કેટઆઈ લગાડવાનું કામ, પવનચકી સર્કલથી પંપ હાઉસ થઈ ભાનુ પેટ્રોલ પંપ સુધીના રસ્તાને આરફાલ્ટ રી-કાપેટીગનું કામ, ગાંધીનગર રેલ્વે ક્રોસીંગ નં. 197 થી બેડેશ્વર જંકશન (રીંગ રોડ જંકશન) સુધી હૈયાત રોડને ફોર લેન રોડ બનાવવા અંગે, ઈન્દીરા ગાંધી માર્ગ (સુભાષ બ્રીજથી જ્ઞાનશકિત સર્કલ) તથા ખંભાળીયા રોડ (સાત રસ્તા સર્કલથી પાયલોટ બંગલા) પર રોડ ડીવાઈડર બ્લોક નાખવાનું કામ વિગેરે કામનો સમાવેશ થાય છે. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ તથા જામ રણજીતસિંહજી પાર્ક ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ, ‘‘ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ” સાંસ્કૃતિક માળખાની રચના અન્વયે મહાપ્રભુજી બેઠકની બેઠક રોડ ઉપર ઓડીટોરીયમ અને આનુસંગીક ફેસેલીટી ડેવલપ અંગે સૈદ્ધાતિક મંજુરી વિ. કામોનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂા. 308,08,35,563/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– ટાઉન પ્લાનીંગ શાખા
ટી.પી.ડી.પી. શાખા હસ્તકના કામોમાં ટી.પી. રોડના સર્વે તથા ડીમાર્કેશન કરી રસ્તા ખુલ્લા કરાવ્યા બાદ તેમાં ડબલ્યુ.બી.એમ. રોડ બનાવવા અંગેના કામો, વિવિધ ટી.પી. / ડી.પી. રોડ ઉપર મેટલ રોડ બનાવવાના કામો, લાલપુર બાયપાસ ચોકડી રે.સ. નં. 780 થી રે.સ. નં. 1110 સુધી કિર્તી પાનને જોડતા પહોળા ડી.પી. રોડ ઉપર મેટલ રોડ બનાવવાનું કામ, રે.સ. નં. 800 થી શરૂ કરી રે.સ. નં. 780 સુધી નદી ક્રોસ કરવા અંગે પુલીયાનું કામ, જ્ઞાનશકિત સર્કલ પાસે આવેલ રેલ્વે ફાટકથી શરૂ કરી બાયપાસ રોડ સુધી (આર્શીવાદ વિલેજ હોટલ નજીક) ને જોડતા 24 મી. ડી.પી. રોડ ઉપર 18 મી. મેટલ રોડ બનાવવાનું કામ, સેવા સદન-4 થી નાગેશ્વર સુધી 18 મી. ડી.પી. રોડની અમલવારી અંગે,
લાલપુર બાયપાસ રોડ ઉપર કિર્તી પાનવાળા ડી.પી. રોડને જોડતા 18 મી. ડી.પી. રોડની અમલવારી અંગે, સાત રસ્તા સર્કલથી શરૂ કરી સુભાષ બ્રીજ સુધીના 30 મી.ડી.પી. રોડની અમલવારી અંગે, રાજકોટ રોડ ગુજરાત ગેસની સામેથી શરૂ કરી વિભાપર ગામ તરફ જતા. અને રેલ્વે ટ્રેક સુધીના 24 મી. ડી.પી. રોડની અમલવારી અંગે, પટેલ સમાજથી દિ. પ્લોટ 49 સુધીનો રોડ 18 મી. ડી.પી. રોડની અમલવારી અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરી ધોરણસરની કાર્યવાહી કરવા, પોલીસ વિભાગને પોલીસ ચોકીના હેતુસર જમીન ફાળવવા અંગે વિગેરેનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂા. 9,88,94,702/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– લાઇટ શાખા :
લાઇટ શાખા હસ્તકના કામો અન્વયે બેડેશ્વર તથા ગુલાબનગર ઓવર બ્રીજ લાઇટીંગ વર્કસ, નવા ભળેલા નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ અન્વયેની કામગીરી શહેરમાં ચાર નવા લોકેશનો ખાતે ટ્રાફીક સિગ્નલ ઇન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સનું કામ તથા નવા પોલ ઉભા કરવા, પોલ શીફટીંગ તથા સેન્ટ્રલ લાઇટીંગ મેઇન્ટેનન્સ, ટાઉન હોલ ખાતે નવી એર કન્ડીશન સીસ્ટમ રીપ્લેશ કરવાનું કામ, મહાપ્રભુજી બેઠકથી સુભાષ બ્રીજ સુધીના રોડ ઉપર સેન્ટ્રલ લાઇટીંગનું કામ, નવું હાઇડ્રોલીક ટાવર લેડર વસાવવા અંગેના સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂા. 3,48,91,265/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– સોલીડ વેસ્ટ શાખા :
સોલીડ વેસ્ટ હરતકના કામો અન્વયે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મટીરીયલ્સ રીકવરી સેન્ટર સ્થાપીત કરવા તથા શહેરમાં અલગ-અલગ જગ્યાએ 80 લીટર કેપેસીટી ટવીન બીન્સ ખરીદ કરવા અંગે તેમજ એડવાન્સ ટેકસ ભરનાર શહેરીજનોને 12 લી. કેપેસીટી ડસ્ટબીન ફી આપવા ખરીદી અંગે, ઢોર ડબા ખાતે ઘાસચારો સપ્લાય કરવા અંગે, પાવર બકેટ મશીન ખરીદી અંગે, વ્હીલ બરોજ ખરીદી અંગે ડસ્ટબીન ખરીદી તથા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી અન્વયે કરારા નિકાલ વિગેરે કામોનો સમાવેશ થાય છે.
તેમજ નવા ભળેલા વિસ્તારોમાં સમુહ સફાઈ કરી ગાર્બેજ કલેકશન કરવામાં આવશે તથા પ્રાઇવેટ સોસાયટીઓને સફાઇની સુવિધા માટે સફાઈ કામદાર રાખવા અંગેની ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. તેમજ પ્રિ-મોન્સુન પોસ્ટ મોન્સન કામગીરી, જાહેર લોકેશન ઉપર હાઉસ કીપીંગની કામગીરી, સફાઇ કામદારોનું રીવાઇઝડ સેટઅપ, ડમ્પીંગ સાઇટ ઉપર ઉત્પન્ન થતા કચરાને ટ્રોમેલ સ્ક્રીનથી પ્રોસેસ કરવા અંગે તથા કમ્પોસ્ટ મટીરીયલ વેચાણ અંગેનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂા. 64,42,90,800/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
– એસ્ટેટ શાખા :
એસ્ટેટ શાખા હસ્તકના કામો અન્વયે શહેરના અલગ-અલગ ઝોનમાં જુદી જુદી જગ્યાએ હોર્ડીગ બોર્ડ લગાડવાના કામો તેમજ મહાનગરપાલિકા હસ્તકની જુદી જુદી જમીનોના વેચાણ, ફુડ ઝોન શોપ ભાડે આપવા અંગે વિ. આવકો રૂા. 1,83,29,228/ – ની આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે.
– સ્લમ શાખા :
સ્લમ શાખા હસ્તક જામનગર શહેરમાં અલગ-અલગ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે (1) એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ (2) રેલ્વે ઓવરબ્રીજ પાસે બેડી વિસ્તાર (3) ઘાંચી કોલોની, લાલપુર રોડ પાસે EWS-1, EWS-2, આવાસો બનાવવા અંગે, બેડી બંદર રોડ ઉપર નાઈટ સેલ્ટર બનાવવા અંગે, 20 વર્ષ જુની આવાસ યોજનાને પાળતોળ કરી તે જગ્યાએ EWS પ્રકારના આવાસ બનાવવા અંગે સૈધ્ધાંતિક સ્વીકાર તથા અલગ-અલગ જગ્યાએ પી.પી.પી. ના ધોરણે પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બનાવવાના કામનો સમાવેશ થાય છે. આ અંગે ઉપરોકત કામો અન્વયે કુલ રૂા. 69,45,00,000/- નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.
ઉપરોકત વિગતે જુદી જુદી શાખા હસ્તકના કામો અન્વયે કુલ રૂ. 804,56,58,050/- અંકે રૂપિયા આઠસો ચાર કરોડ છપ્પન લાખ હજાર અઠાવન હજાર પચાસના વિકાસ કાર્યોને મંજુરી આપવામાં આવેલ છે.
જામનગર શહેરના વિકાસ કાર્યોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ તેમજ પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલ તથા ગુજરાત મ્યુની. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી દ્વારા હરહંમેશ પુરતો સહયોગ મળી રહેલ છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ સાહેબ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ સભ્ય પુનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો સાથ અને સહકાર મળેલ છે,
ઉપરોકત કામોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી અને સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો (ટીમ) દ્વારા મંજુર કરવામાં આવેલ છે. તેમજ મેયર, ડે. મેયર કરશનભાઈ કરમુર, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી, શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા તથા ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા તથા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તથા સંગઠન પાંખ તથા કમિશનર અને તેઓની અધિકારી ટીમનો સહયોગ મળેલ છે.