એસટી બસમાં 8 થેલાઓમાં દારુ ભર્યો હતો, કટિંગ સમયે જ ઉચ્ચ અધિકારી ત્રાટક્યા

215 બોટલ દારુ મળી પણ આવ્યો

એસટી બસમાં 8 થેલાઓમાં દારુ ભર્યો હતો, કટિંગ સમયે જ ઉચ્ચ અધિકારી ત્રાટક્યા

Mysamachar.in-જૂનાગઢ

ગુજરાતમાં ભલે ને દારૂબંધીની વાતો થતી હોય પણ આ  ગુલબાંગો વચ્ચે અવારનવાર દારૂ પકડાયા કરે છે. અને અલગ અલગ તરકીબોથી દારૂની હેરાફેરી થઈ છે તે વાત જગજાહેર છે, એવામાં ક્યારેક દારૂની હેરફેર કરનાર શખ્સોના મનસુબા ક્યારેક સફળ તો ક્યારેક નિષ્ફળ પણ થાય છે, આવો જ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢના કેશોદમાંથી ઝડપાયો છે. કેશોદમાં એસટીની બસમાંથી 215 બોટલ દારૂ મળી આવ્યો છે. કેશોદના ડેપો મેનેજર એલ.ડી.રાઠોડે જણાવ્યું કે સવારે 11.00 વાગ્યે કેશોદથી જેતપુર ડેપોની ગાડી દીવ-જૂનાગઢ એક્સપ્રેસ કેશોદ ડેપોથી રવાના થઈ રહી હતી. વિભાગના વડા મીટિંગમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમને આ બસમાં શંકાસ્પદ થેલા જોવા મળ્યા હતા. નેશનલ હાઇવે પરથી પસાર થતી બસમાં શંકા જતા તપાસ કરવામાં આવી હતી.

જે બાદ બસની ડેકીમાં ચેક કરતા 8 થેલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ થેલામાં 215 બોટલ બિનવારી દારૂ ભરેલો હતો. એમાં જેતપુર ડેપોનો કર્મચારી સાથે લઈને આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. અમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં કન્ડક્ટર ડ્રાઇવર હતા. એલ.ડી રાઠોડે જણાવ્યું કે આ શખ્સો સસ્પેન્ડ થાય ત્યાં સુધી તેમની સાથે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ શખ્સોએ નિગમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું કામ કર્યુ છે. સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જાણવા મળ્યું છે કે નેશનલ હાઇવે પર બસમાંથી મોટરકારમાં જ દારૂનું કટિંગ કરી લેવામાં આવતું હતું. આમ આ મામલે વધુ વિગતો પોલીસની ઉંડાણપૂર્વકની તપાસના અંતે સામે આવે તેવી શક્યતા છે.