Mysamachar.in-રાજકોટ
આમ તો આપણે ત્યાં એસ.ટી.બસોના અકસ્માત એ કોઈ નવી બાબત નથી, વારંવાર સામાન્ય થી માંડીને ગંભીર અકસ્માતો સામે આવતા જ હોય છે, ત્યારે આજે એસ.ટી.બસની બ્રેક ફેઈલ જતા એક અકસ્માતનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે, રાજકોટમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ધોરાજી-જામકંડોરણા-રાજકોટની ST બસે 1 કાર, 1 રીક્ષા અને 2 એક્ટિવાને અડફેટે લીધા હતાં. જેમાં 2 લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાને પગલે ભૂતખાના ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી ઘણી ST બસોનું આયુષ્ય પુર્ણ થઈ ગયું હોવા છતાં પણ અનેક બસો રસ્તા પર દોડી રહી છે. જેના કારણે બ્રેક ફેઈલ થવાના પ્રશ્નો ઉભા થતાં રહે છે. ત્યારે આ બસના પણ અમુક કિલોમીટર ચાલી ગયા હશે કે પછી સર્વિસ વગર જ આ બસ દોડી રહી છે. તે એક મોટો સવાલ છે.