કોરોનાકાળમાં સીસ્ટમ ટુંકી પડી ત્યારે ઠેર-ઠેર માનવતાના લોકોના ઝરણા....પરંતુ નેતાઓના અભિમાનને કોર્નર થવાનુ અડીખમ

બહુ તો મીટીંગ ફોટોસેશન વાર્તા કરી સલામત રહેવા

કોરોનાકાળમાં સીસ્ટમ ટુંકી પડી ત્યારે ઠેર-ઠેર માનવતાના લોકોના ઝરણા....પરંતુ નેતાઓના અભિમાનને કોર્નર થવાનુ અડીખમ

Mysamachar.in-જામનગર

અડીખમ ગુજરાત ભાંગીને ભુકો થયુ જે કોઇ એક નગર મહાનગર ગામ કે વિસ્તારની વાત નથી સમગ્ર પણે લોકોની કાળજી લોકોની સલામતી લોકોની સારવાર લોકોને રસીકરણ વગેરે અનેક બાબતે સીસ્ટમ ફેલ ગઈ છે તેમ તારણો દેખાયા ત્યારે લોકો જાગૃત થયા છે અને સ્વયં લોકો સંસ્થા ગૃપ મદદ કરનારા સેવા આપનારા ચીજવસ્તુ ખોરાક સુવિધા આપવાના માનવતાના ઝરણા ફુટ્યા છે,

લોકોએ અપના હાથ જગન્નાથ કરી સેવા જે થાય તે કરે છે તે પ્રસંશનીય છે બાકી જુદી જુદી કેડરના નેતાઓ રાજકીય આગેવાનો પદાધીકારી હોદેદારો સહિત સૌ તેમના પદને તક મુજબ ફોટો સેશન વાર્તા ક્યાક મીટીગ ક્યાક સામાન્ય મુલાકાત કરી પોતાની સલામતી પોતાનુ ભવિષ્ય વિચારી પોતાની સંપતિ સુખ વગેરેમા ઓછપ ન આવી જાય તે જાળવી રાખ્યું...ને પેલુ અડીખમ ગુજરાત વહેતુ કરેલુ પણએ ખરેખર પ્રજા માટે નહિ પરંતુ મોટાભાગના રાજકારણીઓ નેતાના અભિમાન અને કોર્નર થવાનુ અડીખમ રહ્યાનુ રાજકીય વિશ્લેષકોએ જણાવી ઊમેર્યુ કે પ્રજા સાથ સહકારમા માને છે તો આ લોકોનુ હ્રદય કોરોનાથી લોકોની તકલીફ જોય કાં દ્રવી ઉઠતુ નથી?? તે પ્રશ્ન છે.

અરે ખુદ શાસક પક્ષના રાજકીયોમા લોકો માટે શુ કરવુ તેનુ આયોજન કે સંકલન ઠોસ નથી કોઇને ઘસાવુ નથી ઉપરથી "મારૂ મારા બાપનુ ને તારો મારો ભાગ" જેમ કોક કઈક સારૂ કરે ત્યા જઇ "હૈયો" બોલાવી લાવે છે પોતાનુ સાજુ કરવા પ્રજા સમાજ જ્ઞાતિ ગામ જિલ્લા તાલુકા ઝોનના ભાગ પાડી બહુ જરૂર પડે તો એટલા પુરતુ જ થોડુ ઘણુ કરી પાછા સંતાય જાય છે તે બાબતનુ સમીક્ષકો વિશેષ વિષ્લેષણ કરે છે

બીજી તરફ આ મુસીબત વચ્ચે બિરદાવવા લાયકએ છે કે અનેક સ્થાનિક બહારગામના દાતા સંસ્થા વગેરે તરફથી મદદ મળી રહી છે જેથી સૌ દર્દીઓ તેમના સગા વગેરે જરૂરીયાતમંદો માટે પાણી થી માંડી ભોજન તેમજ રહેવાનુ વગેરે સેવા એટલી શરૂ થાય છે કે માનવતાના ઝરણા ફુટ્યા છે તે હાલ એક તરફ કોરોના સંતાપ સતાવાળાઓની અવ્યવસ્થાઓ અને આકરા તાપ વચ્ચે ક્યાક ક્યાક ઠંડક આપનાર કામો સેવાઓ આયોજનો સારી રીતે લોકોની સેવા કરી રહ્યા છે.

કોરોના રોગચાળામા લોકો મજબુર બન્યા લાચાર બન્યા પીડા થઇ તડપે છે આર્થિક ભીંસ થય સ્વજન ગુમાવ્યા ચિંતા વધી દુખ તકલીફો વધ્યા અને લોકો શક્ય એટલા મજબુત રહ્યા પરંતુ હવે ઘણો વર્ગ ભાંગી રહ્યો છે થાકી ગયો છે તે સૌને માનસિક સધીયારાની સૌથી પહેલા જરૂર છે જે પુરતા પ્રમાણમાં રાજકીય લોકો આપી શકતા બીજી સારવાર વ્યવસ્થાની જરૂર છે તે તાત્કાલીક અપાવી શકવાની મોટાભાગના શાસક પક્ષના પાંચ પચીસ બાદ કરતા કોઇની ક્ષમતાય નથી તૈયારી નથી કેપીસીટી નથી છતા અમુક તો ભાજપનો પક્ષનો સતાનો પદનો હોદાનો ખીચોખીચ પ્રાણવાયુ પોતાની અંદર ભરપુર ભરી વજનદાર દેખાવા પ્રયત્ન કરે છે, અથવા દેખાય છે.

બીજી તરફ લોકોની સામાન્ય અપેક્ષાઓ પુરી ન થાય તો તેને અડીખમ ગુજરાત કહેવાય કે નેતાઓની અડીખમતા (નહી પીગળવાની) કહેવાય ?? તેમ પ્રજાના દર્દથી સવાલો જાગ્યા છે. હા એ સ્વીકારવુ જોઇએ કે અમુક પ્રજાનેતા ચુટાયેલ કે પદાધીકારિ કે આગેવાનો કે હોદેદારોએ તેમની ઉદારી દેખાડી સેવાના આયોજન કર્યા છે જે તેમની ફરજ બજાવે છે પરંતુ પેજ ને બુથ જેમ ચુંટણી જીતવા મજબુત બની શકે અડીખમ બની શકે તો હાલ વિસ્તારવાઇઝ લોકોની મુલાકાત માટે વ્યવસ્થા ન થઇ શકે?? કાગળ પર ચિતરી ને બે પાચ મીટીંગો કર્યા બાદ વ્યાપક રાજકીય તરફથી જનસેવાનો માહોલ દેખાતો નથી તે પણ અણીના સમયે તો બહુમતી જ ટાર્ગેટ હતુ કે શુ??

હાલારના મહાનગરો નગરો તાલુકા ગામડા પંચાયત સુધરાઇ સહિતના જવાબદાર નેતા આગેવાન હોદેદાર પદાધીકારિ સહિતથી માંડીને રાજકીય લોકોનુ આવુ વલણ સમગ્ર આસપાસના જીલ્લા સૌરાષ્ટ્રને રાજ્યમા હોવાના અહેવાલો મળે છે અને પ્રજાજનો ટીકા અને આક્રોશ આ બાબતે વ્યક્ત કરે છે તે લોકોની બલિહારી બીજુ શુ?? તેની સામે વિપક્ષ પણપોતાનુ સાચવી આોચિતા આક્ષેપો કરી ક્યાક આવેદન આપવા કે વાર્તા કરવી કે બેઅસર રજુઆત કરવી વગેરેમા વ્યસ્ત હોવાના દેખાડા તો કરે છ પરંતુ પ્રજાની પીડા તેનાથી દૂર થઇ હોય તેવુ લાગતુ નથી તે સૌ પણ ચુંટણી વખતે જેટલી સંખ્યામા દેખાતા તેટલા દેખાતાય નથી અરે ભાઇ આ સમય છે પ્રજાની પડખે રહો અને કદાચ તમે બિમાર પડશો સેવા કરતા તો તમને તો બેસ્ટ ફેસીલીટી ને સારવાર મળવાની જ છે પ્રજા નો વિચાર કરો તેવા પોકાર છે માત્ર વિરોધ કર્યો તેનાથી ફરજ  પુરી થતી નથી.