Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ આવેલ છે, જીજી હોસ્પિટલ સંલગ્ન એમ.પી.શાહ મેડીકલ કોલેજ પણ આ જ પરિસરમાં છે, વર્ષે દહાડે લાખો રૂપિયાનો ખર્ચ જીજી હોસ્પીટલમાં સુરક્ષા વ્યવસ્થા માટે કરવામાં આવે છે, પણ પરિણામ કાઈ નથી કારણ કે હોસ્પીટલમાં થી વારંવાર વાહનચોરી, અંદર જ અસમાજિક તત્વોનો અડ્ડો, અને વધુમાં તબીબોની સુરક્ષા પણ આ હોસ્પીટલમાં નથી તેવું વધુ એક વખત ગઈકાલે સામે આવેલ ઘટના પરથી ફલિત થયું છે. ગતરોજ એક વોર્ડમાં દર્દીના સગાને બહાર જવાની બાબત પર રેસીડેન્ટ તબીબને દર્દીને સબંધીએ હુમલો કરવાના મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે, વાત એવી છે કે…
જામનગરની જી. જી. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગના ત્રીજા માળે ચેસ્ટ વોર્ડમાં દાખલ દર્દીના સગા બાજુમાં આવેલા ખાટલા પર સૂતા હતાં ત્યારે બપોરના સમયે અન્ય દર્દી આવતા ડોકટરે આ દર્દીના સગાને ઉંઘમાંથી ઉઠાડતા સગાએ પિત્તો ગુમાવી ડોકટર પર હુમલો કરી દીધો હતો અને તેને માર મારી કરી રહ્યાની ઘટના સીસીતીવીમાં કેદ થઇ હતી અને તબીબોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોડીરાત્રી સુધી રેસીડેન્ટ તબીબો મેડીકલ કોલેજના પરિસરમાં એકત્ર થયા હતા,
જો કે બાદમાં રણજીત ચંદ્રશેખર નાયર નામના રેસીડેન્ટ તબીબ કે જેના પર દર્દીના કોઈ સબંધીએ હુમલો કર્યો તો તે સીટી બી ડીવીઝન પોલીસ મથકે પહોચી ફરિયાદ નોંધાવી કે પોતે પોતાની કાયદેસરની ફરજના ભાગ રૂપે હાજર હતા ત્યારે આરોપી(દર્દીના સગા)ને કહેલ કે તમે બેડ પરથી ઉભા થઈ જાવ અહી બીજા દર્દી આવેલ છે તેને ઓક્સીજનની જરૂરીયાત છે” આમ વાત કરતા દર્દીના સબંધીએ ઉશ્કેરાઈ જઈને રેસીડેન્ટ તબીબ એવા ફરિયાદીને ધક્કો મારી ફરજમા રૂકાવટ કરી ઢીકાપાટુનો માર મારેલ તેમજ ડાબા તથા જમણા કાનના ભાગે ઝાપટો મારી ડાબા કાનના પડદાના ભાગે કાંણુ પાડી ઈજાઓ પહોચાડતા બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.