શહેરમાં મંજુરી વગરના સ્પીડબ્રેકરોનો ખડકલો, 1 વ્યક્તિએ ગુમાવ્યો જીવ...

શા માટે નથી લેવાતા પગલાં...

શહેરમાં મંજુરી વગરના સ્પીડબ્રેકરોનો ખડકલો, 1 વ્યક્તિએ ગુમાવ્યો જીવ...
symbolic image

Mysamachar.in-જામનગર

જો કોઈ જાહેર રસ્તા પર સ્પીડબ્રેકર લગાવવું હોય તો ટ્રાફિકપોલીસ સહીત વિવિધ મંજૂરીઓ બાદ જ સ્પીડબ્રેકર લગાવી શકાય... પણ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક આસામીઓ પોતાને મન થાય તે રીતે સ્પીડબ્રેકરો પોતાના કે સોસાયટીઓના ખર્ચે લગાવી દે છે જેને કારણે તેમાં યોગ્ય નિશાનીઓ પટ્ટા ના હોવાને કારણે લોકોને તે સ્પીડ બ્રેકર જોવા મળતા નથી અને અકસ્માત થાય છે. જામનગર શહેરમાં એક દુખદ બનાવ એવો સામે આવ્યો કે જેમાં સ્પીડ બ્રેકર ના દેખાતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સીટી બી ડીવીઝન પોલીસ ચોપડે જાહેર થયેલ વિગતો મુજબ જનતાફાટક રોજીટાવર ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા દીલીપસિંગ ધરમસિંગ ટમટા ગત મોડીરાત્રીના ગુરુદ્વારા નજીકથી પોતાના બાઈક પર પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્પીડબ્રેકર દેખાયેલ નહી જેથી તે ડિવાઈડર સાથે અથડાયો હતો અને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજયાનું જાહેર થયું છે.