Mysamachar.in-જામનગર
જાણકારોના મતે કોર્પોરેશન, જાડા, ડી.આઇ.એલ.આર., સીટી સર્વે, રેવન્યુ, નગર નિયોજન વગેરે જમીન લગત સરકારી વિભાગોમાંથી અમુક કર્મચારીઓ અને અધીકારીઓ અમુક ચોક્કસ બિલ્ડરોની “નિયમિત” સેવામા ખડે પગે હોય છે જેથી તેમને અરસ પરસ ફાયદા થાય તે બાબત હાલતો ચર્ચામાં છે, અને આ ગઠબંધન વાળાઓ જુદી-જુદી જગ્યાએ મીટીંગ કરીને કે અમુક વખતે ફોનથી વિગતો માહિતી માર્ગદર્શન પુરૂ પાડે છે, તેના બદલામા સારા એવા “પુરષ્કાર” પણ મેળવે છે, કાં તો જમીન નો કટકો મેળવી લે કાં તો રોકાણ કરે છે, જોકે આ ગઠબંધન સિમિત છે વ્યાપક નથી અને ખુબ ઉચ્ચ અધીકારીના જાણ બહાર હોય છે.
કોર્પોરેશનના એક અધીકારી, રેવન્યુના વર્ગ ૩ ના એક કર્મચારી અને અધિકારી તેમજ જાડા ના એક અધીકારી તો આ સેવાના બદલામા પોતાના સ્થાને સારી જમાવટ કરી રહ્યા છે, તેમને કોઇ ટચ કરી શકે તેમ નથી કેમકે અમુક બિલ્ડરો રાજકીય ઓથ અને પાર્ટનર શીપનો સારો લાભ.મેળવી સરકારી કચેરીમા ફેવરની ગોઠવણના માહિર હોય છે, શહેરના એક અતિ સદ્ધર ડેવલપર છેલ્લા બે વર્ષથી ઉઠી ગયા જેવી કપરી હાલતમા મુકાયેલ હતા તે સરકારી ખાનગી કામો દ્વારા આગળ ધપી ગયા છે તેવી ચર્ચા છે અને હજુ શહેરની મધ્યની સરકારી લગડી જમીન ઉપર તેમનો ડોળો હોવાની ચર્ચા છે,
બીજી તરફ રાજકીય માથાઓના જંગી નાણાકીય વ્યવહાર સંભાળનાર તેઓના રોકાણ ધંધા સારી રીતે સંભાળનાર આ પેઢી અનેક કારણોસર કાચી પડી હતી જેમા અનેકને ધક્કા લાગ્યા અનેકની સરવાણીઓ બંધ થઇ ગઇ હતી તેમા હવે જીવમા જીવ આવ્યો છે અને બે ત્રણ મોટા સોદા પાડવા અને પડાવવામા સક્રિય થઇ ગયા છે, જેના કારણે અમુક સરકારી વિભાગ,આશ્રીત બિલ્ડરો અને અમુક રાજકીય માથાઓના વ્યવહારો ચાલશે નહિ દોડવા લાગશે જોકે આ સમગ્ર મામલાની અનેક બાબતો પરદામા રહી તે જ અનેકના હિતમા રહી તેમ પણ સમીક્ષકો જણાવે છે હવે ટુંક સમયમા મોટા પ્રોજેક્ટ અને ખેલ તેમજ નાણાકીય જંગી હેરફેર દરેકમા ગતિ આવશે તેવુ અનુમાન છે, આ માથા એ બે ત્રણ બીજા ને પણ સાથે આવરી લીધાનુ પણ સુત્રો જણાવે છે આ ગઠબંધન અધીકારીઓની કૃપાથી મક્કમ ગતિથી છાની પ્રગતિ કરે છે.