એસ્ટેટ...ટીપીઓ...ના નાણાકીય વ્યવહારોની "ખાસ" વ્યવસ્થા

ચોમેર ચકચાર

એસ્ટેટ...ટીપીઓ...ના નાણાકીય વ્યવહારોની "ખાસ" વ્યવસ્થા
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

સરકારે દરેક કચેરીમા બોર્ડ લગાવવાની સુચના આપી છે કે આ કચેરીમા તમારા કામ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ પણ રીતે કોઇ કર્મચારી કે અધિકારી કંઇ લાભની અપેક્ષા રાખે કે એ પ્રકારનુ વર્તન કરે તો તુરંત એન્ટી કરપ્શન વિભાગને જાણ કરો, પરંતુ જે કચેરીમા રજીસ્ટ્રેશન કે મિલકત સંબંધી દાખલા કે અન્ય પરવાના કે બાંધકામ મંજુરી કે ગેરકાયદે બાધકામ કે દબાણ હટાવવાની નોટીસ બાદના વર્તન વગેરે પ્રક્રિયા દ્વારા કે તે દરમ્યાન  ડાયરેકટ કે ઇનડાયરેક્ટ મીઠા મોઢાના આપવાનો જાણે શીરસ્તો છે, તેવું જાણવા જોવા સાંભળવા મળે છે, અને ભૂતકાળના દાખલાઓ પણ બોલે છે, તો વળી કોર્પોરેશનમા તો મિલકત વેરા, ટાઉન પ્લાનીંગ, એસ્ટેટ, સોલીડવેસ્ટ વગેરે શાખાઓમા તો અરજદારોને આવા અનુભવ ખુબજ છે, પણ કોઈ સામે આવીને બોલે કોઈની પછેડી દબાતી હોય તો સામે ના પણ આવે...

કેમ કે જે કામ ન થઇ શકે તેવી જોગવાઇ દર્શાવનારાઓ જ "વ્યવહાર" થાય કે દબાણ આવે કે રેલો આવે તો કામ થઇ શકે તેવા વલણ દર્શાવે છે, તે બાબત સ્પષ્ટ કરે છે આ દરેકમા નાણાકીય વ્યવહારો કામ કરે છે, ખાસ કરીને ટ્રેપની બીકે હાથો-હાથ આમતો અવેજ લેવાનુ બહુ ઓછુ થઇ ગયુ છે, અને વિશ્વાસુઓ, પોતાના ઉભા કરેલા મળતિયાઓ, મધ્યસ્થીઓ જે સાહેબોના કે સ્ટાફના રેગ્યુલર ટચમા હોય તેમના દ્વારા વધુ નાણાકીય વ્યવહારો થાય છે, તેવા આક્ષેપો સાથે મનપા વર્તુળોમાં આવી ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે, 

ત્યારે સ્થાયી અસ્થાયી દબાણોને રક્ષણ તેમજ બાંધકામ પરવાનગીમા બાંધછોડ કમ્પ્લિશનમા બાંધછોડ વોર્ડ ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક કિસ્સાઓમાં આંખ આડા કાન કે કોઇ પ્રકરણો અંગત રસ લઇ ઝડપી પુટઅપ કરી તેની સતત પાછળ રહેવુ વગેરે બાબતો પાછળ નાણાકીય વ્યવહારોનુ ઇંજન બળ પુરૂ પાડે છે, અને જે આ બધુ જાણે તેના મોં સીવી દેવાની પણ વ્યવસ્થા સમયાંતરે અમલમા હોઇ આવા વ્યવહારોની ગંભીર તપાસ લગત વિભાગ કોર્પરેશનમા કરે તો અને વોચ ગોઠવે તો ઘણુ ખુલ્લુ પડે તેમ હોવાનો જાણકારો નો મત છે, કેમકે અમુક એ તો આ બે વિભાગોમાંથી મલાઇ તારવવા દુઝણી ગાય હોય તેટલા ઉડાણથી ધામા નાંખી ઘણુ આઘુ પાછુ કરાવ્યાની પણ ચર્ચા કોર્પોરેશન વર્તુળોમા છે, તેમજ આવા વ્યવહારો માટે અમુક વખતે શિષ્ટ ભાષા પણ મધ્યસ્થીઓ નેવે મુકી વાર્તાલાપ અને એની કળાઓના ક્રિયા કલાપ કરતા જોવા અને  સાંભળવા પણ મળે છે.પણ થઇ રહેલી ચર્ચાઓ ને સમર્થન ત્યારે મળે જયારે તેની ચોક્કસ તપાસ થાય.