મોલમાં સ્પા, સ્પામાં સેક્સરેકેટ, મુંબઈ અને સિક્કિમની 4 યુવતીઓ અહી પહોચી હતી

બોડી મસાજના ઓથા હેઠળ...

મોલમાં સ્પા, સ્પામાં સેક્સરેકેટ, મુંબઈ અને સિક્કિમની 4 યુવતીઓ અહી પહોચી હતી

Mysamachar.in-વલસાડ

આપણે ત્યાં મોલની પરિભાષા તો સૌને ખ્યાલ હશે, પણ મોલમાં આવેલ સ્પામાં જ દેહવ્યાપાર ચાલતો હોય તો..જી હા આ ઘટના વલસાડમાં સામે આવી છે, જ્યાં મોલમાં આવેલ સ્પામાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે, વલસાડના અબ્રામા રોડ પર આવેલા સાઇલીલા મોલમાં ચાલી રહેલા લકઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરમાં એલસીબીએ દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. એલસીબી ટીમે આ સ્પા પર દરોડો પાડતા સ્પામાંથી સિક્કિમની 2 અને મુંબઇની 2 લલના મળી આવી હતી.આ સાથે પોલીસે મેનેજર નીલકુમાર પ્રણવેશ ભૌમિક, હાઉસ કીપર કર્મી મોહમદગઝાલી મો.ફારૂક શેખ અને ગ્રાહક મૃદુલમહેન્દ્ર લાલવાણી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.

વલસાડ એલસીબીની પૂછપરછમાં સિક્કીમ અને મુંબઇથી 4 મહિલાઓને સ્પાના નામે વલસાડ લાવીને દેહ વિક્રયની કુપ્રવૃત્તિ કરાવાતી હતી. ગત વર્ષે પણ આ જ મોલમાં પૂનમ જૈન જ સેક્સરેકેટની મુખ્ય સત્રધાર હતી.આ આખુ રેકેટ સ્પાની સંચાલિકા અને મુંબઇના જોગેશ્વરીમાં રહેતી મુખ્ય સૂત્રધાર પૂનમ અશોકભાઇ જૈન હોવાનું બહાર આવ્યું હતું. સ્પામાં ગ્રાહકો પાસેથી સંચાલકોની ફી રૂ.1200 રાખ‌વામાં આવી હતી.જ્યારે બોડી મસાજના નામે સેક્સ પ્રવૃત્તિ માટે ગ્રાહકો પાસે રૂ.2500ની વસુલાત કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે.