નિવૃત્તકર્મી પાસેથી OTP માંગી ભેજાબાજે 91 હજાર ઉપાડી લીધા

નોંધાઈ ફરિયાદ 

નિવૃત્તકર્મી પાસેથી OTP માંગી ભેજાબાજે 91 હજાર ઉપાડી લીધા
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-મોરબી:

આજના સમયમાં બેંક સહિતની કેટલીય એપ્લીકેશનમાં ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવે છે બાદ આગળ વધી શકાય છે પણ આવા ઓટીપી હોવા છતાં પણ કેટલાક ભેજાબાજો પોતાની કરતબ કરી લે છે,આવો જ એક કિસ્સો મોરબી જીલ્લાના હળવદમાં સામે આવ્યો જ્યાં નિવૃત્ત કર્મચારીને યુનો એપ ચાલુ કરવા માટે અજાણ્યાં નંબરમાંથી કોલ આવ્યો હતો જેમાં ઓટીપી નંબરની માંગણી કરી 91 હજાર ઉપાડી લઈ ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે.

હળવદમાં વસંત પાકૅમાં રહેતા  નિવૃત કર્મચારી મુકેશભાઈ દવેના નંબર ઉપર  કોઈ અજાણી હિન્દી ભાષી વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેમાં યુનો એપ ચાલુ કરવા માટે  ફોનમાં આવેલ ઓટીપી નંબર માંગી વિશ્વાસમાં લીધા હતા.જેથી મુકેશભાઈએ ઓટીપી નંબર આપ્યા હતા..બાદમાં  બેકંમાં પડેલ  ફિક્સ ડિપોઝિટનો નંબર માંગ્યો હતો. જે માહિતી ન આપતા તેઓએ તમારી યુનોએપ ચાલુ થઈ ગયેલ છે તેમ જણાવ્યું હતું. શંકાને પગલે યુનો એપ અંગે તપાસ કરતા બેંકવાળાએ સત્તાવાર કોઈ આવી સિસ્ટમ ન હોવાનું રટણ રટતા ખાતામાં પડેલ ફિક્સ ડિપોઝિટ ચેક કરતા નિવૃત કર્મચારીના ખાતામાં 91,537 રૂપિયા હિન્દીભાષીએ જુદા-જુદા ટ્રાન્જેક્શન કરી ઉપાડી લીધા હતા. ખાતામાં બેલેન્સ ઝીરો બેલેન્સ થઈ જતા તેવોએ પોતાની સાથે થયેલ આ ઓનલાઈન ઠગાઈ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.