પુત્રએ માતા અને બહેનની કરી હત્યા, જાણો શું હતું કારણ

ગળાના ભાગે ઘારીયા મારીને હત્યા નીપજાવી

પુત્રએ માતા અને બહેનની કરી હત્યા, જાણો શું હતું કારણ

Mysamachar.in-મોરબી:

સામાન્ય ઘરેલું ઝઘડાઓ ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે, અને જે પરિવાર હળીમળીને સાથે રહેતો હોય તે જ પરિવાર એકબીજાના દુશ્મન બની જાય છે, આવી જ એક ચોકાવનારી ઘટના મોરબી જીલ્લામાંથી સામે આવી રહી છે, જ્યાં તહેવાર ટાણે જ એક યુવકે પોતાની માતા અને બહેનને મોતને ઘાટ ઉતારી દીધાની ડબલ મર્ડરની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ છે, 

મોરબીના જીકીયારી ગામે યુવાને માતા અને બહેનને ધારિયાનો એક એક ઘા ઝીંકીને યુવાને કરપીણ હત્યા કરી છે, જાણવા મળતી વિગતો મુજબ રાતના સમયે ઘરમાં રસોઇ બનાવવા માટે થયેલ માથાકુટ બાદ આ ગંભીર ઘટનામા પરિણમ્યું છે, દેવશી સવજીભાઈ ભાટીયા નામના યુવકે માતા કસ્તુરીબેન અને બહેન સંગીતાને ગળાના ભાગે ઘારીયા મારીને હત્યા નીપજાવી છે, 

જીકીયારી ગામે રાત્રે ભોજન બનાવવાની વાતને લઈને માતા અને બહેન વચ્ચે ઘરમાં થયેલી બબાલ બાદ કોઇએ રસોઇ બનાવી ન હતી. જેથી દીકરાએ રોષે ભરાઇને રાતે ધારિયાના ઘા ઝીંકીને માતા અને બહેનનું ઢાળી દીધુ હતું. હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની ફરિયાદ નોંધીને મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે.